oxygen crisis: ઓક્સિજન રોકનારાને અમે ફાંસીએ લટકાવી દેશું, દિલ્હી હાઈકોર્ટનું રૌદ્ર સ્વરૂપ
દિલ્હીના લોકોને ઓક્સિજન ન મળવા પર હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું, આ આપરાધિક સ્થિતિ છે. જો કોઈ વેક્સિનની સપ્લાઈ રોકે છે તો અમે તેને કોઈ કિંમતે નહીં છોડીએ અને ફાંસી પર લટકાવી દેશું. ઓક્સિજનને લઈને ઉઠાવવામાં આવેલા પગલાથી કોર્ટ સંતુષ્ટ નથી.
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટ (High Court) માં ઓક્સિજન સંકટ (Oxygen Crisis) ના મામલા પર થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી પર નારાજગી વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યુ કે, જે ઓક્સિજનની સપ્લાઈમાં વિઘ્નનો પ્રયાસ કરશે, અમે તેને ફાંસી પર લટકાવી દેશું. જસ્ટિસ વિપિન સાંધી અને જસ્ટિસ રેખા પલ્લીની બેંચતે ગંભીર રૂપથી બીમાર કોવિડ દર્દીઓની સારવાર દરમિયાન થઈ રહેલી ઓક્સિજનની કમીને લઈને દાખલ એક અરજી પર સુનાવણી દરમિયાન આકરી ટિપ્પણી કરી છે. અરજી મહારાજા અગ્રેસન હોસ્પિટલ તરફથી દાખલ કરવામાં આવી હતી.
કોઈને છોડવામાં નહીં આવે: HC
દિલ્હીના લોકોને ઓક્સિજન ન મળવા પર હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું, આ આપરાધિક સ્થિતિ છે. જો કોઈ વેક્સિનની સપ્લાઈ રોકે છે તો અમે તેને કોઈ કિંમતે નહીં છોડીએ અને ફાંસી પર લટકાવી દેશું. ઓક્સિજનને લઈને ઉઠાવવામાં આવેલા પગલાથી કોર્ટ સંતુષ્ટ નથી. અમે આ મામલામાં કોઈને છોડીશું નહીં, ભલે તે નાનો કે મોટો અધિકારી કેમ ન હોય. લોકોને ઓક્સિજન સપ્લાઈ કરવાના મામલામાં કેન્દ્ર સરકારે વધુ આકરા પગલા ભરવાની જરૂર છે. જીવન મૌલિક અધિકાર છે.
આરોપીઓની માંગી વિગત
અદાલતે દિલ્હી સરકારને તે પણ કહ્યું કે, જણાવો આખરે કોણ દિલ્હીની ઓક્સિજન સપ્લાઈમાં વિક્ષેપ પાડી રહ્યું છે. પીઠે કહ્યું, અમે તે વ્યક્તિને લટકાવી દેશું. અમે કોઈને છોડીશું નહીં. દિલ્હી સરકાર સ્થાનીક તંત્રના એવા અધિકારીઓ વિશે કેન્દ્ર સરકાર પણ તે જણાવી જેથી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય.
આ પણ વાંચોઃ રેમડેસિવીરના ઉત્પાદન માટે 25 નવી મેન્યુફેક્ચરિંગ સાઈટ્સને મંજૂરી
કેન્દ્ર સરકારને સવાલ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દિલ્હી સરકારને પૂછ્યુ કે અહીંના લોકોને સમય રહેલા ઓક્સિજન મળી શકે, તે માટે સરકાર પોતાનો પ્લાન્ટ કેમ નથી લગાવતી. કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો કે તે સ્પષ્ટ કરે કે દિલ્હીને કેટલો ઓક્સિજન મળશે. જસ્ટિસ વિપિન સાંધીએ કહ્યુ, અમે ઘણા દિવસથી સુનાવણી કરી રહ્યાં છીએ. દરરોજ એક જ પ્રકારની વાત સંભળાવવામાં આવી રહી છે. અખબારો અને ચેનલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે સ્થિતિ ગંભીર છે. તેથી કેન્દ્ર સરકાર તે જણાવે કે દિલ્હીને કેટલો ઓક્સિજન મળશે અને કઈ રીતે આવશે.
હાઈકોર્ટે કેન્દ્ર સરકારને તે પણ કહ્યું, તમે પાછલી સુનાવણી (21 એપ્રિલ) ના વિશ્વાસ અપાવ્યો હતો કે દિલ્હીમાં પ્રતિદિન 480 મેટ્રિક ટન ઓક્સિજન પહોંચશે. હવે અમને જણાવો તે ક્યારે આવશે? તો દિલ્હી સરકારે કોર્ટને જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી માત્ર 3980 મેટ્રિક ટન ઓક્સિજન મળી રહ્યો છે. શુક્રવારે તેને આશરે 300 મેટ્રિક ટન ઓક્સિજન મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube