Wrestlers Protest: ભારતીય કુશ્તી મહાસંઘ (WFI) ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર શારીરિક ઉત્પીડનના આરોપોને લઈને તેમની ધરપકડની માંગણી મુદ્દે પહેલવાનોના વિરોધ પ્રદર્શન વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રીતમ મુંડેએ કહ્યું કે કોઈ પણ મહિલા દ્વારા કરાયેલી ફરિયાદને ગંભીરતાથી લેવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંડેએ બુધવારે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કહ્યું કે અધિકારી નક્કી કરી શકે છે કે ફરિયાદ સાચી છે કે નહીં. તેમણે આશા વ્યક્ત કરી કે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ સહિત ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશીપના પદક વિજેતા પહેલવાન એક સગીરા સહિત અનેક મહિલા પહેલવાનોના શારીરિક સતામણીના આરોપમાં WHI ના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગણીને લઈને નવી દિલ્હીમાં પ્રદર્શન કરી રહ્યા છે. 


આરોપો અંગે પૂછવામાં આવતા મુંડેએ કહ્યું કે હું સાંસદ તરીકે નહીં પરંતુ એક મહિલા તરીકે કહું છું કે જો કોઈ મહિલા તરફથી એવી ફરિયાદ આવે તો તેને ગંભીરતાથી લેવી જોઈએ. તેની પુષ્ટિ થવી જોઈએ. 


તેમણે કહ્યું કે ખરાઈ બાદ અધિકારીઓએ એ નક્કી કરવું જોઈએ કે તે યોગ્ય છે કે અયોગ્ય. બીડથી લોકસભા સાંસદે કહ્યું કે જો ગંભીરતાથી લેવામાં નહીં આવે તો તેનું લોકતંત્રમાં સ્વાગત કરાશે નહીં. મુંડેએ કહ્યું કે આ મામલની ગંભીરતા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાંઆવી રહી છે. હવે જો હું તપાસ સમિતિની માંગણી કરું તો તે પબ્લિસિટી સ્ટંટ હશે. મને આશા છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. 


પહેલવાનોએ હાલમાં જ ગંગામાં પોતાના પદકો વિસર્જિત કરવાની ધમકી આપી હતી ત્યારબાદ કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે તેમને ધૈર્ય રાખવા તથા સુપ્રીમ કોર્ટ, ખેલ મંત્રાલય અને દિલ્હી પોલીસ પર ભરોસો રાખવાનો આગ્રહ કર્યો.