નવી દિલ્હીઃ નિર્ભયાના દોષીતોને કાલે ફાંસી મળશે? તિહાડ જેલમાં ગુનેગારોની ફાંસી પહેલા રૂટીન તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિર્ભયાના માતાને આશા છે કે પુત્રીના ગુનેગારોના જીવનમાં કાલે છેલ્લો સૂર્ય ઉગશે. તેઓ કહે છે, 'કાલે ફાંસી થશે. મને ખાતરી છે.' તો ફાંસી ટાળવા માટે ચારેય ગુનેગારોના વકીલ મહત્વના સમયે કાયદાકીય અને બંધારણીય દાવપેચ અજમાવી રહ્યાં છે. આ વચ્ચે રાષ્ટ્રપતિએ પવનની દયા અરજી નકારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિએ નકારી પવનની દયા અરજી
નિર્ભયાના દોષીતોએ સોમવારે ફાંસી માટે નક્કી થયેલી તારીખના થોડા કલાકો પહેલા, સુપ્રીમ કોર્ટ, પટિયાલા હાઉસ કોર્ટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી દરેક પ્રયત્નો કર્યાં. પરંતુ આજે નિર્ભયાના દોષીતોને અત્યાર સુધી બે મોટા ઝટકા લાગી ચુક્યા છે. પવનની ક્યૂરેટિવ અરજી સુપ્રીમ કોર્ટ નકારી, તો સાથે પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવાની અક્ષય અને પવનની અરજી નકારી દીધી છે. બીજીતરફ રાષ્ટ્રપતિએ પવનની દયા અરજી નકારી દીધી છે. 


સૌથી મોટો સવાલ, ડેથ વોરંટ રોકાશે?
આ બે ઝટકા બાદ નિર્ભયાના વકીલ એપી સિંહે હવે છેલ્લો દાવ રમ્યો છે. બપોરે પવન તરફથી દયા અરજી રાષ્ટ્રપતિની પાસે આપી અને ત્યારબાદ ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવા માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી, જ્યાં ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આ વચ્ચે રાષ્ટ્રપતિએ દયા અરજી નકારી દીધી છે. નિર્ભયાના માતા-પિતાએ દોષીતોના વકીલ એપી સિંહના વકાલતનામા પર સવાલ ઉઠાવ્યા છે. નિર્ભયાના માતા કહે છે કે, પાછલીવાર ડેથ વોરંટ જારી થયું હતું, તો કહેવામાં આવ્યું હતું કે, પવનનો વકીલ નથી. આગામી સુનાવણીમાં તેના માતા-પિતાને ભગાડી દેવામાં આવ્યા, આજે વકાલતનામું રજૂ કરવામાં આવ્યું કોર્ટમાં. તેને નકારી દેવું જોઈએ. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...