લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી હશે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર? જાણો શું આપ્યો જવાબ
Rahul Gandhi News: રાહુલ ગાંધીએ કહ્યુ- આ વિચાર કે એક વ્યક્તિ તે દરેક સમસ્યાન હલ કરે છે. આ સમસ્યાઓ માટે હિતધારકો અને ઉત્તરદાયી સરકારની સાથે વાતચીત કરવી જરૂરી હોય છે.
નવી દિલ્હીઃ Loksabha Election 2024: આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે. કોંગ્રેસ, ભાજપ સહિત તમામ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. ઘણા સર્વેમાં એકવાર ફરીથી મોદી સરકારની વાપસીનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓનો દાવો છે કે તેની સરકાર બનશે. ચૂંટણીને લઈને તમામ આશંકાઓ વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે કોંગ્રેસ કે પછી વિપક્ષ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કોણ હશે. ઘણીવાર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને લઈને પણ અટકળો વ્યક્ત કરવામાં આવે છે. હવે ખુદ તેમણે આ સવાલનો જવાબ આપ્યો છે.
આ દિવસોમાં બ્રિટનમાં રહેલા રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવાના છે? તેના પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો, "તે ચર્ચા માટે નથી અને વિપક્ષનો કેન્દ્રીય વિચાર ભાજપ અને આરએસએસને હરાવવાનો છે." ઇન્ડિયા ટુડે અનુસાર, રાહુલ ગાંધીએ કહ્યું, "એવો વિચાર કે એક વ્યક્તિ બધાને હલ કરે છે. આ સમસ્યાઓ સુપરફિસિયલ છે. આ સમસ્યાઓ માટે હિતધારકો અને જવાબદાર સરકાર સાથે સંવાદની જરૂર છે."
આ પણ વાંચો- Cow Slaughter: અલ્હાબાદ હાઈકોર્ટના મુસ્લિમ જજે કહ્યું- ગૌહત્યા પર પ્રતિબંધ હોવો જોઈએ
વર્ષની શરૂઆતમાં પણ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન પીએમ ઉમેદવારના સવાલ પર કટાક્ષ કર્યો હતો. તેમણે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે મીડિયા યાત્રા દેખાડતું નથી. યાત્રાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે, પરંતુ નેશનલ મીડિયા દેખાડતું નથી. પછી તે સવાલ પૂછીને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે સીએમ કે પીએમ ઉમેદવાર કોણ હશે. હું શરત લગાવું છે કે આગામી સવાલ તે હશે કે કોંગ્રેસનો પીએમનો ઉમેદવાર કોણ હશે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યુ હતું કે ભારત જોડો યાત્રા 2024ની સામાન્ય ચૂંટણી માટે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવારના રૂપમાં રજૂ કરવા માટે નથી.
સ્ટાલિનના સમર્થનમાં આવ્યા ફારૂક અબ્દુલ્લા
તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ સંયુક્ત વિપક્ષના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવા માટે દક્ષિણ રાજ્યના એક મોટા ચહેરાને સમર્થન આપ્યું હતું. હું આશા રાખું છું કે તમે (એમકે સ્ટાલિન) માત્ર તમિલનાડુની જ નહીં પરંતુ સમગ્ર ભારતની સેવા કરવા માટે લાંબુ જીવો... ભારત મુશ્કેલ પરિસ્થિતિમાં છે," તેમણે ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું. લોકશાહી અને બંધારણ જોખમમાં મુકાઈ રહ્યું છે. જાગો.” જ્યારે ફારુક અબ્દુલ્લાને પૂછવામાં આવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંયુક્ત રીતે કોણ પડકારી શકે છે તો તેમણે પત્રકારોને કહ્યું, “શા માટે નહીં? તે (એમકે સ્ટાલિન) પીએમ કેમ ન બની શકે? તેમાં શું ખોટું છે?"
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube