નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે રાજ્ય સરકારો પણ પોતાના ત્યાંના લઘુમતી ધરાવતી વસ્તીની ઓળખ કરીને તેમને લઘુમતી સમુદાય (Minority Status)નો દરજ્જો આપી શકે છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે કોઈ રાજ્યમાં કોઈ સમુદાય ધર્મ કે ભાષાના આધારે લઘુમતીઓ (અલ્પસંખ્યક) હોય તો તેમને અલ્પસંખ્યકનો દરજ્જો આપી શકાય છે. ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજીના જવાબમાં કેન્દ્રએ આ દલીલ આપી. ઉપાધ્યાયે પોતાની અરજીમાં કહ્યું છે કે દેશના 10 રાજ્યોમાં હિન્દુઓ અલ્પસંખ્યક છે. પરંતુ ત્યાં હિન્દુઓની જગ્યાએ સ્થાનિક બહુસંખ્યક સમુદાયોને જ અલ્પસંખ્યક સંલગ્ન યોજનાઓનો લાભ અપાઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કહેવાયું છે અરજીમાં
અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં તેમણે અલ્પસંખ્યક શૈક્ષણિક આયોગ અધિનિયમ 2004ની કલમ 2(F) ની માન્યતાને પડકાર ફેંક્યો છે. કલમ 2(F) કેન્દ્ર સરકારને અલ્પસંખ્યકોની ઓળખ અને તેમને દરજ્જો આપવાનો અધિકાર આપે છે. તેમણે અલગ અલગ રાજ્યોમાં અલ્પસંખ્યકોની ઓળખ માટે માર્ગદર્શિકા નક્કી કરવા માટે નિર્દેશ આપવાની માંગણી કરી. તેમણે એમ પણ કહ્યું કે અનેક રાજ્યોમાં હિન્દુઓ અલ્પસંખ્યક છે પરંતુ તેમને અલ્પસંખ્યકોના અધિકાર મળતા નથી. 


આ છે મંત્રાલયનો જવાબ
આ અરજીના જવાબમાં અલ્પસંખ્યક મામલાના મંત્રાલયે સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્રએ કહ્યું કે આ રાજ્યોમાં અલ્પસંખ્યક સમુદાય પોતાની શૈક્ષણિક સંસ્થાનો ખોલી શકે છે અને તેમને સંચાલિત કરી શકે છે. તથા રાજ્યની અંદર અલ્પસંખ્યક તરીકે તેમની ઓળખ સંબંધિત મામલાઓ પર રાજ્ય સ્તર પર વિચાર કરવામાં આવી શકે છે. મંત્રાલયે કહ્યું કે કાયદો કહે છે કે રાજ્ય સરકાર પણ રાજ્યની સરહદમાં ધાર્મિક અને ભાષાકીય સમુદાયોને અલ્પસંખ્યક સમુદાય જાહેર કરી શકે છે.  


West Bengal: વિધાનસભામાં મારપીટ, BJP-TMC વિધાયકો ઝઘડી પડ્યા, જાણો શું છે મામલો


મહારાષ્ટ્રનો આપ્યો હવાલો
મંત્રાલયે પોતાના જવાબમાં કહ્યું કે ઉદાહરણ માટે મહારાષ્ટ્ર સરકારે રાજ્યની સીમામાં યહુદીઓને અલ્પસંખ્યક જાહેર કર્યા છે. જ્યારે કર્ણાટક સરકારે ઉર્દૂ, તેલુગુ, તમિલ, મલિયાલી, મરાઠી, તુલુ, લમણી, હિન્દી, કોંકણી અને ગુજરાતી ભાષાઓને પોતાની સીમામાં અલ્પસંખ્યક ભાષા અધિસૂચિત કર્યા છે. આથી રાજ્ય પણ અલ્પસંખ્યક સમુદાય નોટિફાય કરી શકે છે. 


કાયદાનો કર્યો બચાવ
અરજીકર્તાનું કહેવું છે કે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ કાયદા 1992 કે રાષ્ટ્રીય અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાન કાયદો 2004 નાગરિકો વચ્ચે સમાનતાના મૌલિક અધિકારનો વિરોધી છે. જે અંગે સરકારે કહ્યું કે અલ્પસંખ્યકોમાં પણ ફક્ત વંચિત વર્ગોના વિદ્યાર્થીઓને જ યોજનાઓનો લાભ આપવામાં આવે છે સમગ્ર સમુદાયને નહીં. આ રીતે અલ્પસંખ્યકો માટે રાષ્ટ્રીય આયોગ અધિનિયમ 1992 ન તો મનમાની છે કે ન તો અતાર્કિક, કે ન તો બંધારણની કોઈ જોગવાઈનો ભંગ કરે છે. 


Toll Plaza: રસ્તાઓ પરથી હટી જશે તમામ ટોલ પ્લાઝા, ભારત સરકાર કરવા જઈ રહી છે આ મોટું કામ


તો પછી સંસદ પાસેથી છીનવાઈ જશે શક્તિ!
ભાજપના નેતાની આ માંગણી પર કે કેન્દ્ર નહીં રાજ્ય નક્કી કરે કયો સમુદાય અલ્પસંખ્યક, કોણ અલ્પસંખ્યક, મંત્રાલયે કહ્યું કે જો વિચાર સ્વીકારવામાં આવે કે અલ્પસંખ્યકોના મામલા પર કાયદો બનાવવાનો અધિકાર ફક્ત રાજ્યોને છે તો એવી સ્થિતિમાં સંસદ આ વિષય પર કાયદો બનાવવાની તેની શક્તિથી વંચિત કરી દેવાશે જે બંધારણથી વિરોધાભાસ હશે. 


આ રાજ્યોને લઈને થઈ માગણી
અરજીકર્તાએ પોતાની અરજીમાં કહ્યું છે કે વૈકલ્પિક રીતે નિર્દેશ આપવામાં આવે કે લદાખ, મિઝોરમ, લક્ષદ્વિપ, કાશ્મીર, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પંજાબ અને મણિપુરમાં રહેતા યહુદીઓ, બહાઈ અને હિન્દુ ધર્મના અનુયાયીઓ પોતાની ઈચ્છા અને ઈએમએ પઈના નિર્ણયની ભાવના હેઠળ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ અગાઉ કેન્દ્ર દ્વારા પાંચ સમુદાયો મુસ્લિમ, ઈસાઈ, શીખ, બૌદ્ધ અને પારસીને અલ્પસંખ્યક જાહેર કરવા વિરુદ્ધ વિભિન્ન હાઈકોર્ટમાં દાખલ અરજીને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અને મુખ્ય અરજી સાથે સામેલ કરવાની મંજૂરી આપી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube