નવી દિલ્હીઃ દેશમાં અત્યારે બે સિઝન ચાલી રહી છે... એક લોકસભાની ચૂંટણીની અને બીજી કાળઝાળ ગરમીની.... હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમા દેશના 12 રાજ્યોમાં હીટવેવની સ્થિતિ છે.... અને તેની વચ્ચે દેશમાં જોરશોરથી ચૂંટણી થઈ રહી છે.... પહેલા તબક્કાના મતદાનમાં 2019ની સરખામણીએ લગભગ 5 ટકા જેટલાં ઓછા મત પડ્યા... ત્યારે શું ઓછા મતદાન માટે કાળઝાળ ગરમી જવાબદાર છે કે પછી બીજું કોઈ કારણ?... જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીના ટ્રેલરની વચ્ચે 19 એપ્રિલ પહેલા તબક્કાનું મતદાન યોજાયું... જેમાં સવારે 11 વાગ્યા સુધી મતદારોની લાંબી લાઈન જોવા મળી... પરંતુ જેમ-જેમ સૂર્ય ઉપર ચઢતો ગયો તેમ તેમ મતદારોની સંખ્યા ઘટવા લાગી.... જેના કારણે મતદાનની ટકાવારીમાં પણ ઘટાડો જોવા મળ્યો.... 2019ની સરખામણીમાં પહેલા તબક્કાના મતદાનમાં લગભગ 5 ટકા જેટલું મતદાન ઓછું થયું છે... જે આ આંકડા પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે...


હવામાન વિભાગની આગાહી પ્રમાણે...
દેશના 12 રાજ્યોમાં હીટવેવની સ્થિતિ ચાલી રહી છે....
જેમાં દિવસનું મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે....
આ રાજ્યમાં બિહાર પણ છે... જ્યાં 6 ટકા ઓછું મતદાન નોંધાયું...
તો ઉત્તર પ્રદેશમાં 5.9 ટકા ઓછું મતદાન થયું છે...
મધ્ય પ્રદેશમાં 7 ટકા ઓછું મતદાન થયું છે...
તમિલનાડુમાં 10 ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું છે...
પશ્વિમ બંગાળમાં 4 ટકા જેટલું ઓછું મતદાન થયું છે...
મહારાષ્ટ્રમાં 5.5 ટકા જેટલું ઓછું મતદાન થયું છે...


આ પણ વાંચોઃ માત્ર સુરત જ નહીં આ જગ્યાએ પણ વિપક્ષના ઉમેદવારોના ફોર્મ કરવામાં આવ્યા રદ્દ, જાણો


ઓછા મતદાન માટે અનેક કારણો જવાબદાર હશે... પરંતુ તેમાંથી એક કારણ કાળઝાળ ગરમીને માનવું ખોટું નથી.... ચૂંટણી પંચને ગરમીના કારણે ઓછું મતદાન થશે તેવો અંદેશો પહેલાંથી હતો... ખુદ પ્રધાનમંત્રી મોદીને પણ આ વાતનો અંદાજ છે કે વધતી ગરમી મતદાનના દિવસે મતદારના ક્રેઝને ઘટાડી શકે છે....


પીએમ મોદી જ નહીં પરંતુ અનેક રાજકીય વિશ્લેષકો પણ ભીષણ ગરમીમાં ઓછા મતદાનની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે... અને પહેલાં તબક્કાના મતદાનમાં આ આશંકા સાચી પણ સાબિત થતી જોવા મળી.... હજુ તો આ શરૂઆત છે.. લોકસભાની ચૂંટણીના 6 તબક્કા બાકી છે... જે કંઈક આ પ્રમાણે છે....


26 એપ્રિલે બીજા તબક્કામાં 89 બેઠક માટે મતદાન થશે...
7 મેના રોજ ત્રીજા તબક્કામાં 94 બેઠક માટે મતદાન થશે...
13 મેના રોજ ચોથા તબક્કામાં 96 બેઠક માટે મતદાન યોજાશે...
20 મેના રોજ પાંચમા તબક્કામાં 49 બેઠક માટે મતદાન થશે...
25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠક માટે મતદાન યોજાશે...
1 જૂનના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં 57 બેઠક માટે મતદાન થશે....


હાલ તો પહેલાં તબક્કાના મતદાનમાં 5 ટકા જેટલું ઓછું મતદાન થતાં તમામ રાજકીય પાર્ટીઓના ધબકારા વધી ગયા છે.... રાજકીય વિશ્લેષકો માટે પણ કંઈ કહેવું મુશ્કેલ બની રહ્યું છે.... કેટલાંક એક્સપર્ટ્સ એવું કહી રહ્યા છે કે મોદી ત્રીજી વખત આવવાના નક્કી છે એટલે મતદાન કરવા નથી જતા... તો અન્ય એક્સપર્ટ્સ એવું કહી રહ્યા છે કે ઓછા મતદાનનો ફાયદો વિપક્ષને પણ થઈ શકે છે.... એટલે ગરમી અને મતદાનના ટ્રેન્ડને જોડવું એટલું સરળ પણ નથી... પરંતુ આગામી તબક્કાના મતદાનમાં ગરમીનો ટ્રેન્ડ રાજકીય પાર્ટીઓની મુશ્કેલી વધારશે તે નક્કી છે.