નવી દિલ્હી : પાકિસ્તાની વિમાનો દ્વારા ભારતીય વાયુસેના સીમાના ઉલ્લંઘન દરમિયાન અદમ્ય વીરતાનું પ્રદર્શન કરનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવારે (1 માર્ચ) રાત્રે પાકિસ્તાનથી સ્વદેશ પરતફર્યા હતા. 60 કલાકથી વધારે પાકિસ્તાનમાં રહીને ભારત પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો શનિવારે દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં ચેકઅપ કરવામાં આવ્યો. તેમને ચાર દિવસ સુધી અહીં જ રાખવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાક.ની નાપાક હરકતો ચાલુ, સીઝ ફાયરમાં 3 નાગરિકોનાં મોત, 2 રેન્જર્સ ઠાર મરાયા

બીજી તરફ સમાચાર એઝન્સી ANIનાં સુત્રોથી હવાલેતી જણાવ્યું કે, વિંગ કમાન્ડરે અધિકારીઓને માહિતગાર કર્યા છે કે તેમને પાકિસ્તાનમાં શારીરિક રીતે પ્રતાડીત કરવામાં આવ્યા હતા, જો કે આ દરમિયાન તેઓ ઘણા જ માનસિક રીતે ખુબ જ પરેશાન કરવામાં આવ્યા હતા. 


વિંગ કમાંડર અભિનંદનને મળ્યા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, વાયુસેના પ્રમુખની પણ મુલાકાત



સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથે મુલાકાત કરી અને તેમને કહ્યું કે, સમગ્ર રાષ્ટ્રને તેમનાં સાહસ અને દ્રઢતા પર ગર્વ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ભારતીય વાયુસેનાએ એક મેડિકલ સંસ્થાનમાં થયેલી મુલાકાત દરમિયાન સમજવામાં આવે છે કે અભિનંદને પાકિસ્તાનની કસ્ટડીમાં આશરે 60 કલાક રહેવા અંગે સંરક્ષણ મંત્રી સાથે વિસ્તારથી ચર્ચા કરી હતી.