નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019માં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કોંગ્રેસનાં વધારે ઉમેદવારો ઉતાર્યા છે. 2019ની ચૂંટણીમાં ભાજપનાં 437 ઉમેદવાર લોકસભા ચૂંટણી મેદાનમાં છે.  બીજી તરફ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 427 સીટો પર ચૂંટણી લડી હતી અને તેમાં 282 સીટો પર તેને જીત મળી હતી. બીજી તરફ કોંગ્રેસે સમગ્ર દેશમાં કુલ 450 લોકસભા સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાના ભોજનમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર સામે લડનાર જવાનનો વારાણસીમાં PM સામે જંગ

કોંગ્રેસ 450થી વધારે સીટો પર ચૂંટણી લડી પરંતુ સકસેસ રેટ જોઇએ તો ઘણો ઓછો રહ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની 50 સીટો સુધી પણ નહોતી પહોંચી શકી. કોંગ્રેસને ફરારીની હારનો સામનો કરવો પડ્યો અને તેણે માત્ર 44 સીટો મળી. 2014ની ચૂંટણીમાં ભાજપની જીત માટે મોટુ કારણ હતું મોદી લહેર. 1996થી 2014 સુધીની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપનો સકસેસ રેટ જોઇએ તો તેનો ગ્રાફ 2009માં એક જ વાર કોંગ્રેસથી નીચે રહ્યો. 


બંગાળી માટીમાંથી બનેલા રસગુલ્લા અમારા માટે પ્રસાદ: PMનો 'મમતા' ભર્યો જવાબ
ધારાસભ્યો તો શું 1 પાર્ષદ પણ BJPમાં નહી જોડાય, PM સપના જુએ છે : તૃણમુલ


રાજનીતિક જાણકારોનું માનવું છે કે ભાજપે અનેક વર્ષોથી સતત આ અંગે કામ કર્યું છે કે કઇ રીતે સીટો પર પોતાની પકડ મજબુત કરવામાં આવે. 2014 બાદ ભાજપની પકડ સમગ્ર દેશમાં ફેલાયેલી છે. પોતાનાં આ વિસ્તારનાં કારણ ભાજપ, કોંગ્રેસથી વધારે સીટો પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં એનડીએનાં સહયોગીઓનો સાથ છોડીને આ વખતે તમામ સીટો પર એકલી જ ચૂંટણી લડી રહી છે. જ્યારે કોંગ્રેસ આ વખતે ભાજપની તુલનામાં ઓછી સીટો પર ચૂંટણી લડી રહ્યા છે. કારણ કે તેણે 2014ની તુલનામાં વધારે દળોની સાથે ગઠબંધન કરેલું છે. તેને સીટો વહેંચવી પડી રહી છે.


લોકસભા ચૂંટણી 2019: ચોથા તબક્કામાં સરેરાશ 62.61 ટકા મતદાન


વર્ષ પક્ષ લડેલી સીટ વિજય સફળતાનો દર
2014 ભાજપ 428  282 65.88 %
  કોંગ્રેસ 464  44 9.48 %
2009 ભાજપ 433  116  26.78 %
  કોંગ્રેસ 440  206 46.81 %
2004 ભાજપ 364  138  37.91 %
  કોંગ્રેસ  417  145  34.77 %
1999 ભાજપ

339

182  56.38 %
  કોંગ્રેસ 453 114  25.16 %
1998 ભાજપ 388 182  45.90 %
  કોંગ્રેસ 477 141  29.55 %
1996 ભાજપ 471 161  34.18 %
  કોંગ્રેસ  529 140  26.46 %


જ્યારે કોંગ્રેસ આ વખતે ભાજપની તુલનામાં ઓછી સીટો પર ચૂંટણી લડી રહી છે કારણ કે તેણે 2014ની તુલનાએ વધારે પક્ષો સાથે ગઠબંધન કરેલું છે. તેને સીટો વહેંચવી પડી રહી છે. કોંગ્રેસે અનેક સીટો ગઠબંધન નહી હોવા છતા પણ આંતરિક સંમતીથી સીટો છોડી રહી છે.