નવી દિલ્હીઃ Omicron India News: કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન દુનિયાના ઘણા દેશોમાં પહોંચી ગયો છે. તેવામાં ભારતમાં તેને લઈને ચિંતા જોવા મળી રહી છે. હવે આ મુદ્દા પર કાલે એટલે કે બુધવારે લોકસભામાં ચર્ચા થશે. કોરોના પર થનારી ચર્ચા નિયમ 193 હેઠળ થશે, જેમાં વોટિંગની જોગવાઈ નથી. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને ચિંતા જાહેર કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રીએ કહી આ વાત
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે રાજ્યસભામાં જાણકારી આપી કે હાલ દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો એકપણ કેસ સામે આવ્યો નથી. મહત્વનું છે કે કોરોનાનો નવો વેરિએન્ટ અત્યાર સુધી 18 દેશોમાં જોવા મળ્યો છે, પરંતુ ભારતમાં હજુ કોઈ કેસ સામે આવ્યો નથી. 


સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી હતી નવી ગાઇડલાઇન
ઓમિક્રોન વેરિઅન્ટ્સના જોખમને ધ્યાનમાં રાખીને, તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે ભારત આવનારા પ્રવાસીઓએ છેલ્લા 14 દિવસના પ્રવાસ ઇતિહાસની માહિતી આપવી પડશે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું હતું કે મુસાફરો મુસાફરી પહેલા એર સુવિધા પોર્ટલ પર તેમના નેગેટિવ RT PCR રિપોર્ટ અપલોડ કરશે.


આ પણ વાંચો- ઓમિક્રોનના ખતરાનો સામનો કરવા ભારતમાં લાગશે બૂસ્ટર ડોઝ! સરકાર કરી રહી છે મંથન


કેન્દ્ર સરકારે 12 દેશોની યાદી પણ બહાર પાડી હતી જેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાંથી ભારત આવતા પ્રવાસીઓ માટે વધારાના પગલાં લેવામાં આવ્યા છે. તેમાં યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયેલ સહિત યુરોપિયન યુનિયનના તમામ દેશોનો સમાવેશ થાય છે.


આ દેશોથી ભારત આવનારે એરપોર્ટ પર પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને રિપોર્ટ માટે એરપોર્ટ પર રાહ જોવી પડશે. જો આ યાત્રીકોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે તો તેણે સાત દિવસ સુધી ક્વોરેન્ટીન રહેવું પડશે. આ સિવાય આઠમાં દિવસે ફરી ટેસ્ટ કરાવવો પડશે અને રિપોર્ટ નેગેટિવ આવે તો આગામી સાત દિવસ સુધી ખુદનું મોનિટરિંગ કરવું પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube