29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે સંસદનું શિયાળુ સત્ર, ચૂંટણી પહેલા સરકાર પાસે મોટી તક
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સંસદનું શિયાળુ સત્ર નવેમ્બરના ચોથા સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે અને આ દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવશે.
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર આગામી મહિને શરૂ થવાની આશા છે. આગામી વર્ષે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે. તેને ધ્યાનમાં રાખી ચૂંટણી પહેલા સત્ર સરકાર અને વિપક્ષ બંને માટે ખુબ મહત્વપૂર્ણ છે. 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી શિયાળુ સત્રનું આયોજન થવાની સંભાવના છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સંસદનું શિયાળુ સત્ર નવેમ્બરના ચોથા સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે અને આ દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવશે. જણાવવામાં આવ્યું કે, સત્ર ક્રિસમસ પહેલા સમાપ્ત થઈ જશે અને આ દરમિયાન લગભગ 20 દિવસ સત્ર આયોજીત થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેને ધ્યાનમાં રાખી શિયાળુ સત્ર ખુબ મહત્વનું છે. સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે અને 23 ડિસેમ્બરે સમાપ્ત થઈ શકે છે. શિયાળુ સત્ર સરકાર અને વિપક્ષ બંને માટે મહત્વનું છે. આ સમયે વિપક્ષની પાસે મોંઘવાણી, ઈંધણમાં ભાવ વધારો, ખાદ્ય તેલની કિંમતોમાં વૃદ્ધિ, કાશ્મીરમાં હાલમાં નાગરિકો પર હુમલા અને કિસાન સમુદો દ્વારા ચાલી રહેલા પ્રદર્શન જેવા મુદ્દા છે. જેના દ્વારા વિપક્ષ સંસદમાં સરકારને ઘેરવાની તૈયારી કરશે તો બીજીતરફ સરકાર ચૂંટણી પહેલા આ સત્રમાં કેટલાક નિર્ણય લઈને સામાન્ય જનતાને તત્કાલ રાહત આપી શકે છે.
આ પણ વાંચોઃ SC નો યુપી સરકારને વેધક સવાલ, ઘટના સ્થળે સેંકડો ખેડૂતો હતા તો ફક્ત 23 પ્રત્યક્ષદર્શી સાક્ષી કેમ?
રાજ્યસભા અને લોકસભા સત્રનું આયોજન એક સાથે કરવામાં આવશે પરંતુ સાંસદોએ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. પહેલા થોડા સત્ર અલગ-અલગ સમય પર આયોજીત કરવામાં આવી શકે છે, જેથી સંસદ પરિસરમાં વધુ લોકોની અવરજવર ન થાય. શિયાળુ સત્ર દરમિયાન સાંસદોને દરેક સમયે માસ્ક પહેરવું ફરજીયાત હશે અને તેને કોવિડ-19 ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube