નવી દિલ્હી: સમાચારોની દુનિયામાં અગ્રણી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ WIONએ રશિયાની ન્યૂઝ એજન્સી સ્પૂટનિક સાથે પાર્ટનરશીપ કરી છે. બંને વચ્ચે આ ભાગીદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના રશિયા પ્રવાસ દરમિયાન ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં થઈ. આ પરસ્પર ભાગીદારી રશિયન મીડિયા આઉટલેટ સ્પુટનિકની સંસ્થાપક રોસિયા સેગોદન્યા ઈન્ટરનેશનલ ઈન્ફોર્મેશન એજન્સી અને ઝી મીડિયા કોર્પોરેશન લિમિટેડ વચ્ચે થઈ. રોસિયા સેગોદન્યા ઈન્ટરનેશનલ એજન્સી રશિયન સરકાર દ્વારા સંચાલિત ન્યૂઝ એજન્સી છે. બને વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક, ખેલ, રાજકીય અને માનવતાવાદી ઈવેન્ટ્સ સંબંધિત કન્ટેન્ટનું આદાન પ્રદાન થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પૂટનિક અને WION સાથે મળીને ભારત અને રશિયા વચ્ચે ડિજિટલ અને બ્રોડકાસ્ટ સામગ્રીને ટેક્નોલોજી તરીકે વધારવા માટે પ્રતિબદ્ધ છે. બંને વચ્ચે જે કરાર  થયો છે તેના દ્વારા ભારત અને રશિયાના વિભિન્ન કમ્યુનિટીના વિચારો, સામંજસ્ય અને જાણકારીના આદાન પ્રદાનમાં મદદ મળશે. 


આ ભાગીદારી પર WIONના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીએ કહ્યું કે આ એક શાનદાર મિત્રતા છે. જે સમયની કસોટી અને ઈતિહાસની અનિશ્ચિતતાઓને અટકાવીને સંસ્કૃતિ, શિક્ષણ અને વિજ્ઞાનના માધ્યમથી પરસ્પર સન્માનને ગાઢ કરવાની મુસાફરી પર નીકળી છે. દ્વિપક્ષીય સહયોગનો આ નવો દોર દુનિયા માટે એક મોડલ બનવાનું વચન આપે છે અને એક જટિલ ભૂરાજનીતિક પરિદ્રશ્યમાં નરમ શક્તિના મહત્વને પ્રદર્શિત કરશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...