Soldiers village of India: ઈન્ડિયન આર્મી...નામ જ કાફી છે. અને હોય પણ કેમ નહીં.. ભારતીય સેનામાં સેવા આપવી માત્ર દેશની સુરક્ષાનું પ્રતિક જ નથી, પરંતુ આ યુવાનો માટે એક ગર્વનો વિષય પણ છે. આ કડીમાં બિહારનું એક ગામ હાલ ચર્ચામાં છે. ગયા જિલ્લાના ચિરિયાવા ગામમાં ભારતીય સેનાને લઈને ઉંડી ભાવના છે. અહીંના યુવાનો દેશ સેવાને માત્ર પોતાના કરિયરના રૂપમાં જ પસંદ કરતા નથી, પરંતુ તેણે પોતાની જિંદગીનો મહત્વપૂર્ણ ભાગ પણ માને છે. આ ગામને 'ફોજિયોનું ગામ' કહેવામાં આવે છે.  સૌથી ખાસ વાત એ છે કે અહીંના યુવાનોનો એક અનોખો સંકલ્પ છે કે જ્યાં સુધી ફૌજમાં નહીં હોય, ત્યાં સુધી લગ્ન નહીં કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગામમાં 100થી વધુ લોકો સેનામાં છે
ચિરિયાવા ગામ ચારેબાજુ પહાડોથી ઘેરાયેલું છે અને અહીંના દરેક ઘરમાં એક ફૌજી છે. આ ગામમાં 100થી વઘુ લોકો સેનામાં સેવા આપી રહ્યા છે અને અહીંના લોકો સેનામાં સામેલ થવા માટે તનતોડ મહેનત કરે છે. આ ગામમાં ફૌજીઓના પરિવારોનો ઈતિહાસ ખુબ જૂનો છે, ઘણા પરિવારોમાં ત્રણ-ચાર પેઢીઓથી ફૌજી બનતા આવી રહ્યા છે. હવે મહિલાઓ પણ સેનામાં જવા માટે તૈયાર થઈ રહી છે. અહીંના લોકો ખેડૂત હોવા છતાં પણ પોતાના બાળકોને સેનાંમાં કરિયર બનાવવા માટે પ્રેરિત કરે છે.


દેવી માતાના આશીર્વાદ લઈને દોડે છે લોકો
ગામમાં એક પ્રસિદ્ધ દેવી માતાનું મંદિર છે, જેણે લોકો પોતાની સફળતાનું કારણ માને છે. અહીંના યુવાનો દોડતા પહેલા માતાના મંદિરમાં જઈને આશીર્વાદ લે છે અને પછી પોતાની તૈયારીમાં જોડાઈ જાય છે. તેમનો વિશ્વાસ છે કે દેવી માતાના આશીર્વાદ જ તેમની સફળતાની ચાવી છે. જોકે, મોનૂ કુમાર કહે છે કે, અમે દેવી માતાના આશીર્વાદ લઈને ફૌજમાં જવાની તૈયારી કરીએ છીએ. અહીંની પરંપરા છે કે જે પણ યુવક સેનામાં જવાનો સંકલ્પ કરે છે, તે લગ્ન પહેલા ફૌજમાં સામેલ થવાની શપથ લે છે. અમારી સફળતાનું રહસ્ય આ જ છે કે અમે દેવી માતાના આશીર્વાદથી કઠોર મહેનત કરીએ છીએ. 


આલોક રંજન જણાવે છે કે...
આલોક રંજન, જે હાલમાં જ અગ્નિવીરના રૂપમાં સેનામાં સામેલ થયા છે, તે કહે છે કે, મને માતાના આશીર્વાદ મળ્યા અને હવે હું સેનામાં છું. આ અમારા માટે ગર્વની વાત છે કે અમારા ગામમાં સેનામાં ઘણા લોકો છે. જ્યારે લેફ્ટિનેંટ પદથી રિટાયર શિવ સંકર સિંહ જણાવે છે કે આ ગામ પોતાની નિષ્ઠા અને સમર્પણ માટે પ્રસિદ્ધ છે. જ્યારે કોઈ લગ્ન કે મોટા અવસરે આખા ગામના ફૌજી ભેગા થાય છે, તો એવું લાગે છે કે કોઈ બટાલિયન બની ગઈ હોય. અમારા ગામમાં ફૌજીથી લઈને લેફ્ટિનેટ અને કર્નલ સુધી બન્યા છે. અહીં રિટાયર ફૌજીઓની સંખ્યા પણ ખુબ વધુ છે.


સિપાહીથી લઈને લેફ્ટિનેટ સુધી...
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા ગામથી માત્ર થલ સેના જ નહીં, પરંતુ નેવી અને એરફોર્સમાં પણ ઘણા લોકો ભરતી થયા છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા ગામથી સૌથી વધુ ફૌજીઓ નીકળે અને દેશની સેવામાં યોગદાન આપે. હું 1993માં સેનામાં સામેલ થયો હતો અને 30 વર્ષ સેવા આપ્યા બાદ લેફ્ટિનેંટ પદથી રિટાયર થયો. ચિરિયાવા ગામના લોકો પોતાની મહેનત, સમર્પણ અને માતાના આશીર્વાદની સાથે દેશની સેવામાં ગર્વથી જોડાયેલા છે અને આ પરંપરા આજે પણ ચાલું છે.