`શિવસેના ઘૂંટણિયે પડશે નહીં, અમે ન હોત તો BJPને 75 બેઠકો પણ ન મળત`
મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવા અને મુખ્યમંત્રી પદને લઈને શિવસેના (Shiv Sena) આકરા પાણીએ છે. તેના તરફથી સતત નિવેદનો આવી રહ્યાં છે જે ભાજપને અકળાવે છે. હવે શિવસેના નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામના દ્વારા ભાજપ પર નિશાન સાધ્યું છે અને એટલે સુદ્ધા કહી દીધુ કે આ વખતે ચૂંટણીમાં ભાજપ શિવસેના સાથે ન હોત તો ભાજપને 75 બેઠકો પણ ન મળત. તેમણે વધુમાં કહ્યું કે શિવસેના કોઈ ઉતાવળ કરશે નહીં, ન તો ઘૂંટણિયે પડશે.
નવી દિલ્હી/મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવા અને મુખ્યમંત્રી પદને લઈને શિવસેના (Shiv Sena) આકરા પાણીએ છે. તેના તરફથી સતત નિવેદનો આવી રહ્યાં છે જે ભાજપને અકળાવે છે. હવે શિવસેના નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામના દ્વારા ભાજપ પર નિશાન સાધ્યું છે અને એટલે સુદ્ધા કહી દીધુ કે આ વખતે ચૂંટણીમાં ભાજપ શિવસેના સાથે ન હોત તો ભાજપને 75 બેઠકો પણ ન મળત. તેમણે વધુમાં કહ્યું કે શિવસેના કોઈ ઉતાવળ કરશે નહીં, ન તો ઘૂંટણિયે પડશે.
ભારતનો આ સુવર્ણ સમય, આગામી લક્ષ્ય 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી: PM મોદી
મુખપત્ર સામના દ્વારા સંજય રાઉતે નિશાન સાધતા કહ્યું કે ભાજપ આપેલા વચનથી પલટી ગઈ છે. મુખ્યમંત્રી પદનો અમરપટ્ટો લઈને આવ્યો છું એવું કોઈ ન સમજે. અમિત શાહનું અત્યાર સુધી આગળ ન આવવું એ એક રહસ્ય છે. શિવસેના સાથે ન હોત તો ભાજપને 75 બેઠકો પણ ન મળત. તેમણે તો એમ પણ લખ્યું કે દેવેન્દ્ર ફડણવીસ પોલીસ, સીબીઆઈ, ઈડી અને આઈટીની મદદથી સરકાર બનાવવામાં લાગ્યા છે. ઈન્દિરા ગાંધીને ઘેરામાં લેનારા ખુબ પોતે જ એવા બની જાય તે ચોંકાવનારું છે.
જુઓ LIVE TV
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...