નવી દિલ્હીઃ ક્લાઇમેટ ચેન્જ અને પ્રાકૃતિક આપદાઓથી 2023માં ભારત અને તેના પાડોશી દેશો સહિત એશિયામાં સૌથી વધુ તબાહી જોવા મળી. આ વિશે વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO)એ મંગળવારે સ્ટેટ ઓફ ધ ક્લાઈમેટ ઈન એશિયા-2023 રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌથી વધુ આર્થિક નુકસાન અને મોત પૂર અને તોફાનને કારણે થયા છે. 2023માં લૂએ પણ ખુબ નુકસાન પહોંચાડ્યું છે. ભારતમાં એપ્રિલ અને જૂનમાં લૂથી 110 મોત થયા છે. પૂરે ખાસ કરી ભારત, યમન અને પાકિસ્તાનને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. સાથે પ્રાકૃતિક આપદાઓથી સૌથી વધુ મોત પૂરમાં થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર માટે સંવેદનશીલ એશિયા
તેમ માની શકાય છે કે એશિયા ખાસ કરી પૂર માટે સૌથી સંવેદનશીલ ભાગ બની રહ્યું છે. 2023માં 80 ટકા નુકસાન એશિયામાં પૂર અને તોફાનથી થયું છે. નોર્થ ઈન્ડિયન ઓશન બેસિનમાં આવેલા મોકા વાવાઝોડાએ મ્યાનમારમાં 14 એપ્રિલે લેન્ડફોલ કર્યું હતું, જેમાં 156 મોત થયા હતા. 2023માં પાકિસ્તાનમાં ભારે વરસાદની ઘણી ઘટનાઓ જોવા મળી હતી. જૂનથી ઓગસ્ટ સુધી ભારત, પાકિસ્તાન અને નેપાળમાં પૂર તથા તોફાનને કારણે 600 મોત થયા હતા. નોર્થ પાકિસ્તાનમાં ગ્લેશિયલ લેક આઉટલુક ફ્લડ (GLOF)એટલે ગ્લેશિયર પીગળવાથી બનેલા તળાવો ફાટવાને કારણે પૂરની ઘટનાઓ થઈ હતી. 


ગરમીથી ઘટ્યું ઘઉંનું ઉત્પાદન
WMO અનુસાર લૂની સૌથી લાંબી અને ગંભીર સમય સાઉથ ઈસ્ટ એશિયામાં એપ્રિલથી મે દરમિયાન જોવા મળ્યો હતો. લૂની સૌથી અસર બાંગ્લાદેશ, ઈસ્ટ એશિયા સિવાય નાર્થથી ચાઇના સુધી રહી હતી. 2023માં એશિયાનું બીજું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. આ વર્ષે 1991-2020ના એવરેજ તાપમાનથી 0.91 ડિગ્રી અને 1961-1990 ના એવરેજ તાપમાનથી 1.87 ડિગ્રી તાપમાન વધુ રહ્યું હતું. ગરમીને કારણે ભારતમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થયું, જેમાં સરકારે પણ ઘઉંની ગ્લોબલ સપ્લાય ચેનના પોતાના જૂના પ્લાનમાં ફેરફાર કરવો પડ્યો હતો. તેનો મતલબ છે કે ક્લાઇમેટ ચેન્જ ખાદ્ય સંકટને વધારી રહ્યું છે.