Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે પોતાના એક ચુકાદામાં કહ્યું કે કોઈ મહિલાનું કોઈ પુરુષ સાથે રહેવાની સમજૂતિનો એ અર્થ ન તારવી શકાય કે તે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સહમત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટે આ ટિપ્પણી સેવક દાસ નામથી જાણીતા સંજય મલિકની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે કરી. સંજય પર દુષ્કર્મનો આરોપ છે. કોર્ટે આરોપીને નિયમિત જામીન આપવાનો ઈન્કાર કરતા આ ટિપ્પણી કરી. આરોપી પર આધ્યાત્મિક ગુરુ હોવાનો ઢોંગ કરીને એક ઝેક નાગરિક સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. આરોપીએ મહિલાના પતિના મોત બાદ તેની મદદ કરી હતી. 


સ્થિતિની સહમતિ અને શારીરિક સંપર્કની સહમતિનું અંતર સમજો
જસ્ટિસ અનુપ જયરામ ભંભાનીની બેન્ચે કહ્યું કે પીડિતાની 'સ્થિતિ પ્રત્યે સહમતિ' વિરુદ્ધ 'શારિરિક સંપર્કની સહમતિ' વચ્ચે એક અંતરને પણ સ્પષ્ટ કરવાની જરૂર છે. માત્ર એટલા માટે કે પીડિતા કોઈ પુરુષ સાથે રહેવા માટે સહમતિ આપે છે પછી  ભલે તે ગમે તેટલા સમય માટે હોય, તે એવો આધાર ક્યારેય ન હોઈ શકે કે તેણે પુરુષ સાથે શારિરિક સંબંધ બનાવવાની પણ સહમતિ આપી હતી. 


વાત જાણે એમ છે કે સંજય મલિક પર 12 ઓક્ટોબર 2019ના રોજ દિલ્હીની હોસ્ટલમાં એક ઝેક મહિલા સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. પીડિતાએ જણાવ્યું હતું કે તેની સાથે 31 જાન્યુઆરી 2020ના રોજ પ્રયાગરાજમાં અને 7 ફેબ્રુઆરી 2020ના રોજ ગયા બિહારની એક હોટલમાં દુષ્કર્મ  થયું હતું. 6 માર્ચ 2022ના રોજ પીડિતાએ દિલ્હીમાં એક એફઆઈઆર નોંધાવી હતી. 


પતિના મોતનો ફાયદો ઉઠાવ્યો
બીજી બાજુ  અભિયોજન પક્ષે દાવો કર્યો કે આરોપીએ આધ્યાત્મિક ગુરુ હોવાનો ઢોંગ કર્યો. 8 ઓગસ્ટ 2019ના રોજ મહિલાના પતિનું મોત થઈ ગયું. ન્યાયમૂર્તિ ભંભાનીએ મામલાની સમીક્ષા કર્યા બાદ કહ્યું કે પીડિતાએ પ્રયાગરાજથી ગયા સુધીની મુસાફરી કરી જે તમામ હિન્દુ ભક્તિ અને સભાનું કેન્દ્ર છે. તે પોતાના મૃત પતિના અંતિમ સંસ્કારને પૂરા કરવા માંગતી હતી. આ સંકટની સ્થિતિમાં મદદના નામ પર તે ઢોંગી ગુરુ પર નિર્ભર થઈ ગઈ. કારણ કે તે વિદેશી હતી. 


પીડિતા સાથે પહેલી ઘટના દિલ્હીના એક છાત્રાવાસમાં ઘટી. આરોપીનો દાવો છે કે તે બળાત્કાર નહતો. પરંતુ તે  કૃત્ય પર પીડિતાની ચૂપ્પીને સહમતિનું સ્વરૂપ સમજી શકાય નહીં. કોર્ટે કહ્યું કે આરોપી પીડિતાને ડરાવી ધમકાવી શકે છે. ત્યારબાદ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી.