નવી દિલ્હી: લોક જનશક્તિ પાર્ટી (LJP)માં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ચિરાગ પાસવાન (Chirag Paswan) ના પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજ  (Prince Raj) ની મુશ્કેલીઓ વધી ગઈ છે. બિહારના સમસ્તીપુરથી એલજેપી સાંસદ પ્રિન્સ વિરુદ્ધ એક મહિલાએ કથિત રીતે શારીરિક શોષણનો આરોપ લગાવતા દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee News ની અંગ્રેજી વેબસાઈટના રિપોર્ટ મુજબ દિલ્હી પોલીસના સૂત્રોએ કહ્યું કે તેમને એક ફરિયાદ મળી છે અને તે અંગે તપાસ ચાલુ છે. સૂત્રોએ જણાવ્યું કે તેને લઈને કોઈ એફઆઈઆર દાખલ કરી નથી. અત્રે જણાવવાનું કે પ્રિન્સ રામવિલાસ પાસવાનના ભાઈ રામચંદ્ર પાસવાનના પુત્ર છે. રામચંદ્ર પાસવાનના નિધન બાદ પ્રિન્સે સમસ્તીપુર લોકસભા બેઠક જીતી હતી. 


પ્રિન્સે ચિરાગ પાસવાન સામે બળવો પોકાર્યો
પ્રિન્સ રાજ પોતાના પિતરાઈ ભાઈ ચિરાગ પાસવાનના ખુબ નજીક હતા. પરંતુ હાલ તેમની વિરોધમાં છે અને પશુપતિ કુમાર પારસ સાથે મળીને બળવો પોકાર્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન ચિરાગે પ્રિન્સને સપોર્ટ કર્યો હતો અને ચૂંટણી જીત્યા બાદ પ્રિન્સને બિહાર પ્રદેશ એલજેપી અધ્યક્ષ પણ બનાવ્યો હતો. 


Mithun Chakraborty: આ 2 ફિલ્મી ડાયલોગના કારણે મિથુન ચક્રવર્તી મુશ્કેલીમાં? કોલકાતા પોલીસે 45 મિનિટ સુધી કરી પૂછપરછ 


પાર્ટીના બે ફાડિયા પડ્યા
2020માં પિતા રામવિલાસ પાસવાનના નિધન બાદ એલજેપીનો કાર્યભાર સંભાળનારા ચિરાગ પાસવાન હવે પાર્ટીમાં અલગથલગ પડતા જોવા મળી રહ્યા છે. અસંતુષ્ટ એલજેપી સાંસદોમાં પશુપતિ કુમાર પારસ, પ્રિન્સ રાજ, ચંદન સિંહ, વીના દેવી, અને મહેબૂબ અલી કેસર સામેલ છે. જે  ચિરાગના કામ કરવાની રીતથી નારાજ છે. એલજેપી ચિરાગ પાસવાન અને પશુપતિકુમાર પારસના નેતૃત્વવાળા બે જૂથમાં વહેચાઈ ગઈ છે. પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પાંચ અસંતુષ્ટ સાંસદોને નિષ્કાષિત કરવાનો દાવો કરવામાં આવ્યો. જ્યારે પશુપતિ પારસ નેતૃત્વવાળા જૂથે ચિરાગ પાસવાનને પાર્ટી અધ્યક્ષ પદેથી હટાવી દીધા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube