લખનઉ : લખનઉમાં એક મહિલાએ ઉન્નાવનાં બાંગરમઉથી ભાજપનાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેનાં સાથીઓ પર રેપનો આરોપ લગાવ્યો છે. મહિલા અને તેનાં પરિવારનું કહેવું છે કે તે છેલ્લા એકવર્ષથી ન્યાયની અજી કરાવી રહ્યા છે, પરંતુ ક્યાંયથી પણ ન્યાય નથી મળી રહ્યો. રવિવારે પીડિત મહિલા અને તેનાં પરિવારને લખનઉમાં મુખ્યમંત્રી આવાસની બહાર પહોંચીને આત્મહત્યાનાં પ્રયાસો પણ કર્યા હતા. મહિલાની માંગ છે કે તે તમામ આરોપીઓની ધરપકડ ઇચ્છે છે. જો તેવું નહી થાય તો તે આત્મહત્યા કરી લેશે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડિતાનાં અનુસાર જ્યારે તેણે તથા તેનાં પરિવારે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવીનો તો આરોપીઓ દ્વારા તેને ડરાવવા અને ધમકાવવામાં આવી હતી. આ મુદ્દે એડીજી લખનઉ રાજીવ કૃષ્ણનું કહેવું છે કે, કેસને લખનઉ સ્થાનાંતરિક કરી દેવામાં આવ્યા છે. તેનાં અનુસાર તપાસ બાદ જ આરોપીઓને સાબિત કરવામાં આવી શકે છે. એડીજીએ જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું કે બંન્ને પક્ષો વચ્ચે 10-12 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. એડીજીએ હાલ તો પીડિતાનાં પરિવારની મુલાકાત લઇને યોગ્ય કાર્યવાહીનુ આશ્વાસન આપ્યું છે. 


આ મુદ્દે બાંગરમઉથી આરોપી ભાજપનાં ધારાસભ્યનું કહેવું છે કે આ મુદ્દાની સ્ક્રિપ્ટ મહિલાનાં પરિવારે ત્રણ દિવસ પહેલા ઉન્નાવમાં રચી હતી. 2002ની ચૂંટણીમાં જ્યારે તે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એક કિશોરનું અપહરણ થયું ત્યારે પણ મારા પર આરોપ લગાવવામાં આવ્યા હતા. જે બે નિર્દોષ લોકોને ફસાવવામાં આવી રહ્યા હતા, પોલીસે આ મુદ્દે તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે આ લોકોને લાગ્યું કે મે તે લોકોની મદદ કરી છે. હા હું આખા જિલ્લાનાં નિર્દોષ લોકોની મદદ કરૂ છું. 



સેંગરે કહ્યું કે, આ લોકોએ સોશ્યલ માધ્યમોથી મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. તમામ સરકારી તંત્રમાં મારી વિરુદ્ધ ફરિયાદ કરી. ગત્ત બે દિવસો તેનાં પરિવારનાં ઝગડામાં પણ મારૂ નામ ઉછાળવામાં આવ્યું છે. હવે આ મુદ્દે પોલીસ તપાસ પણ થઇ ચુકી છે. હવે છેલ્લું હથિયાર બાકી હતું તો તેણે મારા પર બળાત્કારનો આરોપ લગાવીને સીએમ આવાસની બહાર આત્મહત્યાનું નાટક પણ કરી નાખ્યું છે.