ભોપાલઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) પર મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી વર્મા (Minaxi varma) ને એક દિવસ માટે મધ્યપ્રદેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાના આવાસ કાર્યાલય પર સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે. તેમને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પોતાની ખુરશી પર બેસાડ્યા. મીનાક્ષીએ નરોત્તમ મિશ્રાની જેમ જનતાની સમસ્યાને સાંભળીને ઓએસડીને કાર્યવાહીના દિશા-નિર્દેશ આપ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી વર્માનું સન્માન કર્યુ હતું. આ સન્માન મીનાક્ષી વર્મા માટે મોટુ હતું. કારણ કે મહિલા દિવસ તેના માટે આ રીતે યાદગાર બનશે તેણે ક્યારેય વિચાર્યું નહતું. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે તેને એક દિવસ માટે નરોત્તમ મિશ્રાની જેમ કામ કરવાની તક મળશે તો તે ચોંકી ગઈ હતી.


PM મોદીએ 'ગામૂસા' સહિત આ ઉત્પાદનો ખરીદ્યા, જાણો શું છે ખાસિયત


સામાન્ય લોકોની જેમ બાજુમાં બેઠા નરોત્તમ મિશ્રા
ત્યારબાદ લોકોએ પોતાની સમસ્યા મીનાક્ષીને જણાવી હતી. મીનાક્ષીએ પણ ગૃહમંત્રીની જેમ તમામ ફરિયાદો સાંભળી અને તેના ઉકેલ માટે આદેશ આપ્યા હતા. આ દરમિયાન નરોત્તમ મિશ્રા સામાન્ય લોકોની જેમ ખુરશી પર બેઠા હતા. જે ફરિયાદો મીનાક્ષીની પાસેથી ફોરવર્ડ થઈ જઈ રહી હતી તેને તેઓ પણ જોઈ રહ્યાં હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube