પુણે : મહારાષ્ટ્રનાં પુણે શહેરમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાંટ થયા બાદ મહિલાની પ્રસૃતી થઇ છે અને તેણે એક સ્વસ્થય બાળકને જન્મ પણ આપ્યો છે. પુણેના ગેલેક્સી કેર હોસ્પિટલની ટીમે આ બાળકનાં જન્મ બાદ સેલિબ્રેશન પણ કર્યું. ભારતના મેડિકલ સાયન્સમાં આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. ખાસ વાત છે કે આ બાળકે પોતાની નાનીના ગર્ભાશય થકી જન્મ લીધો છે, જે ગર્ભાશય થકી એક સમયે તેની માં પણ જન્મી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંએ પોતાની પુત્રીને ડોનેટ કર્યું હતું ગર્ભાશય
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાથી પુણેમાં બાળકની ખ્વાઇશ સાથે પહોંચેલ વાલંદ પરિવાર આજે ઘણો ખુશ જોવા મળી રહ્યો હતો. હિતેશ અને મિનાક્ષીને લગ્નના ઘણા વર્ષો બાદ બાળક નહોતુ થઇ રહ્યું. ત્યાર બાદ મેડિકલ સાયન્સે તેને આશાની કિરણ દેખાડી. વાળંદ પરિવાર પુણે પહોંચ્યો હતો. અહીંની ગેલેક્સી કેર હોસ્પિટલમાં મિનાક્ષીનાં ગર્ભાશયનું ઓપરેશન થયું. તેની માં સુશીલા બેને પોતાનું ગર્ભાશય મિનાક્ષીને આપ્યું હતું. મે 2017ના રોજ મિનાક્ષીનું સફળ ઓપરેશન થયું. ત્યાર બાદ તુરંત જ તેની ટ્રીટમેન્ટ ચાલુ થઇ. 

હોસ્પિટલની આકરી મહેનત, આખુ વર્ષ પુર્ણ રીતે સંભાળ લેવામાં આવી
ગેલેક્સી હોસ્પિટલના ડોક્ટર શૈલેશ પુણતાંબેકર અને તેની ટીમે ગત્ત વર્ષેમાં મહિલા મિનાક્ષીનો સતત ખ્યાલ કર્યો. ડૉ. શૈલેશ પુણતાંબેએ ZEE MEDIA સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, જાન્યુઆરીમાં મિનાક્ષીનું આઇવીએફ ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી. ત્યાર બાદ તેઓ ગર્ભવતી થઇ ગઇ. ત્યાર બાદ ગેલેક્સીનાં ડોક્ટરની ટીમ સતત મિનાક્ષીની તબીયત પર નજર રાખવામાં આવતી હતી. ગત્ત 7 મહિનાથી હોસ્પિટલમાં જ તેની ટ્રીટમેંટ ચાલી રહી હતી. અને આખરે તેણે 18 ઓક્ટોબરે બાળકીને જન્મ આપ્યો હતો. 



માં બન્યા બાદ મિનાક્ષીએ પોતાની ખુશી વ્યક્ત કરી
મળતી માહિતી અનુસાર નવજાત બાળકોનું વજન 1450 ગ્રામ છે અને માં મિનાક્ષી અને બાળકની તબિયત એકદમ સારી છે. મિનાક્ષી વાળંદે Zee Media સાથે પોતાની ખુશી વહેંચતા કહ્યું, ઘણુ સારુ લાગી રહ્યું છે, ઘણી સમસ્યાઓ થઇ રહી હતી. અમે તેના માટે ઘણુ સહન કર્યું છે. પરંતુ આજે હું ખુબ જ ખુશ છું.