નવી દિલ્હી : ઇંડિયા ગેટ પર રવિવારે સવારે એક મહિલાએ ભારે હોબાળો કર્યો. રવિવારે સવારે આશરે 08.30 વાગ્યે એક મહિલા ઇંડિયા ગેટ પર એક થેલો લઇને પહોંચી ગઇ. આ મહિલાએ સૌથી પહેલા પોતાના ચપ્પલને ઇન્ડિયા ગેટની તરફ ફેંક્યું. ત્યાર બાદ તેણે પાકિસ્તાનનાં સમર્થનમાં પાકિસ્તાન ઝીંદાબાદનાં નારા લગાવ્યા.  એટલું જ નહી તેણે ત્યાં ફરજંદ જવાનોને પણ ખુબ પરેશાન કર્યા. જો કે ઘટના સ્થળ પર હાજર સુરક્ષા એજન્સીઓનાં જવાનોએ મહિલાને તત્કાલ પકડીને દિલ્હી પોલીસના હવાલે કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇંડિયા ગેટ પર પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનારી મહિલાનું નામ દિલ્હી પોલીસનાં અનુસાર સુલ્તાન રાખ્યું છે. પોલીસનું કહેવું છે કે આ મહિલાની પુછપરછ કરવામાં આવી રહી છે. નવી દિલ્હી જિલ્લાનાં ડીસીપી મધુર વર્માના અનુસાર મહિલા માનસિક રીતે બિમાર લાગી રહી છે. મહિલાને મેડિકલ તપાસ માટે મોકલી દેવાઇ છે. તેના અનુસાર તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેને માનસિક સુધાર ગૃહ મોકલવામાં આવશે. 


રવિવારે સવારે જ્યારે ઇંડિયા ગેટની આસપાસ સન્નાટાનો માહોલ હતો તો આ મહિલા ત્યાં થેલો લઇને પહોંચી હતી. જેવા તેણે ચપ્પલ ફેંકવા અને પાકિસ્તાન જિંદાબાદનાં નારા લગાવ્યા તરત જ ત્યાં હાજર જવાનોએ તેને ઘેરી લીધી હતી. જો કે ત્યાર બાદ પણ તે મહિલા આમથી તેમ ભાગીને જવાનોને દોડાવતી હતી. જો કે મહિલા હોવાનાં કારણે જવાનોએ તેને પકડવાનાં બદલે ત્યાં હાજર એક અન્ય મહિલાની મદદથી તેને પકડીને દિલ્હી પોલીસનાં હવાલે કરી દીધી હતી.