નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની વીરભૂમ જિલ્લાની 30 વર્ષીય એક વિવાહિત મહિલાને પેટના નિચેના ભાગમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ગઈ હતી. જ્યાં તેને જાણવા મળ્યું કે તે 'પુરૂષ' છે અને તેના અંડકોષમાં કેન્સર (Testicular cancer) છે. મહિલા છેલ્લા 9 વર્ષથી વિવાહિત જીવન જીવી રહી છે અને એક મહિના પહેલા પેટમાં દુખાની ફરિયાદ લઈ શહેરની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હોસ્પિટલ ગઈ હતી, જ્યાં ડોક્ટર અનુપમ દત્તા અને ડો. સોમેન દાસ દ્વારા તપાસ કરવા પર મહિલાની સાચી ઓળખ સામે આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Exclusive:PAKના કરતારપુર કોરિડોર ખોલવાના નિર્ણય પર રોષે ભરાયું ભારત, કહી આ મહત્વની વાત


ડો. દત્તાએ કહ્યું, જોવામાં તે મહિલા છે. અવાજ, સ્તન, સામાન્ય પ્રજનન અંગ વગેરે બધુ જ મહિલાનું છે. જો કે, તેના શરીરમાં જન્મથી જ ગર્ભાશય અને અંડાશય નથી. તેણીને ક્યારેય માસિક સ્રાવ થયો નથી. તેણે કહ્યું કેસ આ એક દુર્લભ સ્થિતિ છે અને સામાન્ય રીતે તે 22,000 લોકોમાંથી એકમાં જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે, આ મહિલાની 28 વર્ષીય બહેનની તપાસમાં પણ આવી જ સ્થિતિ ઉભરી આવી છે, જેમાં વ્યક્તિ આનુવંશિક રીતે પુરુષ છે, પરંતુ તેના શરીરના તમામ બાહ્ય ભાગો સ્ત્રીના છે. ડો. દત્તાએ જણાવ્યું હતું કે, કહેવાતી મહિલા કીમોથેરેપી કરાવામાં આવી રહી છે અને તેની હાલત સ્થિર છે


આ પણ વાંચો:- Exclusive! LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીઓનો જમાવડો, ભારતીય સેના એલર્ટ


તેમણે વધુમાં કહ્યું, તેની મહિલાની જેમ બોડી છે અને તે એક પુરૂષની સાથે લગભગ એક દાયકાથી વિવાહિત જીવન જીવી રહી છે. આ સમયે અમે દર્દી અને તેના પતિનું કાઉન્સલિંગ કરી રહ્યાં છીએ અને સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ કે, આગળ પણ તેવો આ પ્રકારે જીવન જીવી શકશે જે અત્યાર સુધી જીવતા આવ્યા છે. ડોક્ટરે કહ્યું કે, દર્દીના અન્ય બે સંબંધીઓને પણ ભૂતકાળમાં આ સમસ્યા રહી છે, તેથી તે જીન ઉદ્ભવિત સમસ્યા જણાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube