મુંબઈ: માયાનગરી મુંબઈથી હચમચાવી નાખે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. એક માતા પોતાની 9 મહિનાની બાળકી સાથે રેલવે સ્ટેશન પર ફરી રહી હતી અને અચાનક જ પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન સામે બાળકીને લઈને પડતુ મૂક્યું. માતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું જ્યારે બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો. આસપાસના લોકોએ બાળકીને ઉઠાવીને હોસ્પિટલમાં દાખલ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ માતાનું નામ ગાયત્રી જેસવાલ છે. ગાયત્રીનો રવિવારે સવારે પતિ સુશિલ સાથે ઝગડો થયો હતો. ગુસ્સામાં આવેલી ગાયત્રી 9 મહિનાની બાળકીને લઈને જોગેશ્વરી સ્ટેશને પહોંચી ગઈ અને ચાલુ ટ્રેન સામે પડતું મૂક્યું. ટ્રેન સામે કૂદવાની આ ઘટના રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. 


જુઓ ઘટનાનો શોકિંગ વીડિયો...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...