મહારાષ્ટ્રના પુનામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ બર્થડે પર દુબઈ લઈ જવાની ઈચ્છા પૂરી ન કરનારા પતિને જીવલેણ મુક્કો માર્યો. નાક પર જોરથી ઈજા થયા બાદ પતિ બેભાન થઈને પડી ગયો. નાકમાંથી લોહી નીકળતા મહિલાના પતિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ પતિને મૃત જાહેર કર્યો. પત્ની તેના જન્મદિવસ પર પતિ તેને દુબઈ લઈને જાય તેવી આશા સેવીને બેઠી હતી. તેને આશા હતી કે પતિ તરફથી તેને સરપ્રાઈઝ મળશે. આવું ન થતા પત્નીએ પતિને એવો જીવલેણ મુક્કો માર્યો કે જે પતિના મોતનું કારણ બની ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલ્ડર હતો પતિ
વાનવડી પોલીસ મથકના એક અધિકારીના જણાવ્યાં મુજબ મૃતક નિખિલ ખન્ના રિયલ એસ્ટેટ ડેવલપર હતો. તે વાનવડી વિસ્તારમાં રહેતો હતો. તેની પત્ની પતિ જન્મદિવસ પર દુબઈ ન લઈ જતા પતિ નિખિલ ખન્ના પર નારાજ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતકની પત્ની રેણુકા (36)નો 18 સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. તે આ જન્મદિવસ મનાવવા માટે દુબઈ જવા ઈચ્છતી હતી. પરંતુ તેના પતિએ આ માંગણી પૂરી કરી નહીં. આખરે તેણે પતિના મોઢા પર કથિત રીતે મુક્કો માર્યો. જેનાથી તેનું મોત થઈ ગયું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઉપરાંત પાંચ નવેમ્બરે તેમના લગ્નની વર્ષગાંઠ પણ હતી અને તે પતિ પાસેથી સારી ભેંટની આશા રાખી બેઠી હતી. એ સિવાય મહિલા એટલા માટે પણ પરેશાન હતી કારણ કે તે તેના સંબંધીઓના જન્મદિવસ પર દિલ્હી જવા માંગતી હતી. પરંતુ પતિએ આ માંગણી પણ પૂરી કરી નહીં. 


તીખી ઝડપમાં માર્યો મુક્કો
પોલીસના જણાવ્યાં મુજબ આ જ વાતોને લઈને શુક્રવારે દંપત્તિમાં ખુબ ઝઘડો થયો. અધિકારીએ જણાવ્યું કે ગુસ્સામાં આવીને મહિલાએ પતિને નાક પર મુક્કો મારી દીધો. જેના કારણે ખુબ લોહી વહેવા લાગ્યું હતું અને તે બેહોશ થઈ ગયો. તેમણે જણાવ્યું કે પાડોશીએ જણાવ્યા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને  પીડિત પતિને હોસ્પિટલ લઈ ગઈ. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પોલીસ અધિકારી એ તપાસ પણ કરી રહી છે કે ક્યાંક મહિલાએ કોઈ અન્ય ચીજથી તો વાર નહતો કર્યો. તેમણે  કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સ્પષ્ટ કારણ જાણી શકાશે. એ પણ ક હ્યું કે મહિલાની હાલ અટકાયત કરી છે અને મામલાની તપાસ ચાલુ છે.  પોલીસે મહિલા વિરુદ્ધ ભારતીય દંડ સહિતાની કલમ 302 (હત્યા) હેઠળ મામલો નોંધ્યો છે.