લોકડાઉન: પીડામાં તડપતી ગર્ભવતી તમન્ના ખાનને DCPએ કરી મદદ, હવે પુત્રનું નામ પાડ્યું રણવિજય
યુપીના બરેલીમાં રહેતી તમન્ના ખાનને બે દિવસ પહેલા જ લેબર પેન સ્ટાર્ટ થયું અને તેના પતિ અનીસ નોઈડામાં લોકડાઉનમાં ફસાયેલા હતાં. તમન્નાએ બરેલીના એસએસપી અને નોઈડા ડીસીપી પાસે વીડિયો દ્વારા મદદ માંગી. આ વીડિયોને જોઈને ડીસીપી રણવિજય સિંહે એક કાર હાયર કરીને કર્ફ્યૂ પાસ આપી તેને બરેલી મોકલી આપી.
નવી દિલ્હી: યુપીના બરેલીમાં રહેતી તમન્ના ખાનને બે દિવસ પહેલા જ લેબર પેન સ્ટાર્ટ થયું અને તેના પતિ અનીસ નોઈડામાં લોકડાઉનમાં ફસાયેલા હતાં. તમન્નાએ બરેલીના એસએસપી અને નોઈડા ડીસીપી પાસે વીડિયો દ્વારા મદદ માંગી. આ વીડિયોને જોઈને ડીસીપી રણવિજય સિંહે એક કાર હાયર કરીને કર્ફ્યૂ પાસ આપી તેને બરેલી મોકલી આપી.
કોરોના: આ કંપની મજૂરોને વિમાન દ્વારા તેમના વતન પહોંચાડવા છે તૈયાર, બસ સરકાર હા પાડે
બરેલીના ઈજ્જતનગરની રહીશ તમન્ના અલી ખાન કહે છે કે હું મારા જીવનમાં પોલીસનો આ અહેસાન ક્યારે પણ ભૂલી શકીશ નહીં. બે દિવસ પહેલા તમન્ના જેટલી દુખી અને હતી આજે એટલી જ તે ખુશ છે. તેણે કહ્યું કે બરેલી અને નોઈડા પોલીસની મદદથી મારા પતિ અને મારી પાસે છે અને પુત્ર મારી ગોદમાં છે.
કોવિડ-19ના નિવારણમાં રાજ્યોની ગંભીર બેદરકારી, વિદેશોથી આવેલા તમામ લોકોની નથી કરી તપાસ
તમન્ના ખાનનું કહેવું છે કે અહેસાન ઉતારી શકાય નહીં કે ભૂલી શકાય નહીં પરંતુ તેનાથી ઘણું શીખી શકાય છે અને ઘણું બધુ શીખવાડી શકાય છે. આથી મે મારા પુત્રનું નામ નોઈડાના ડીએસપી રણવિજયના નામ પર રાખ્યું છે. હું મારા પુત્રને રણવિજયસર જેવો બનાવવા માંગુ છું અને તેમને તથા તેમના અહેસાનને હંમેશા યાદ રાખવા માંગુ છું.
તમન્નાએ કહ્યું કે આ ઘટનાથી એ સાબિત થાય છે કે લોકો હજુ પણ હિન્દુ મુસ્લિમની સોચથી આગળ જઈને વિચારે છે. તે જણાવે છે કે જે જે લોકોએ તેની મદદ કરી તે બધા હિન્દુ હતાં. બધાએ પોતાના સ્તરે વધુમાં વધુ પ્રયત્નો કર્યાં જેના કારણે આજે તે અને તેનો પુત્ર સ્વસ્થ છે અને જીવિત છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube