બેંગલુરૂઃ પોતાની પાર્ટીના પ્રવક્તા વારિસ પઠણના નિવેદનને લઈને પહેલા જ આલોચનાઓનો સામનો કરી રહેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બેંગલુરૂમાં આયોજીત એન્ટી-સીએએ રેલીમાં પણ એક હોંશ ઉડાવી દેનાર સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. હકીકતમાં, ઓવૈસીના મંચ પર એક યુવતી પહોંચી ગઈ અને માઇક પર પાકિસ્તાન ઝિંદાબાદના નારા  લગાવવા લાગી જેથી ઓવૈસી અને આયોજકોના હોંશ ઉડી ગયા હતા. તો ઓવૈસીએ તુરંત મંચ પરથી આ ઘટનાની નિંદા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગાવ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા
ઓવૈસી બેંગલુરૂના ફ્રીડમ પાર્કમાં એન્ટી-સીએએ રેલીમાં ભાગ લઈ રહ્યાં હતા. આ દરમિયાન ત્યાં એક યુવતી હાજર હતી જે વિદ્યાર્થી નેતા ગણાવવામાં આવી રહી છે. કાર્યક્રમની વચ્ચે તે મંચ પર પહોંચી અને અને માઇક પર 'હિન્દુસ્તાન ઝિંદાબાદ અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા. જ્યારે તેણે માઇક પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાના શરૂ કર્યાં તો ઓવૈસીએ ખુદ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...