Viral Post: મહિલાએ આધાર કાર્ડની તસવીરમાં એવી વિચિત્ર ટીશર્ટ પહેરી...હવે થઈ રહી છે શરમથી પાણી પાણી!
એક મહિલાએ અજાણતા જ આધાર કાર્ડની તસવીર સમયે એક એવું ટીશર્ટ પહેરી લીધુ કે હવે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મહિલાએ પોતાના આધાર કાર્ડના ફોટા સાથે ફેસબુક પર પોસ્ટ શેર કરી છે. જેમાં કહ્યું છે કે તે દિવસની ભૂલ હવે કદાચ આખી જિંદગી ભોગવવી પડશે. મને દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે પરંતુ આ તસવીર ખુબ એમ્બ્રેસિંગ છે
એક મહિલાએ અજાણતા જ આધાર કાર્ડની તસવીર સમયે એક એવું ટીશર્ટ પહેરી લીધુ કે હવે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મહિલાએ પોતાના આધાર કાર્ડના ફોટા સાથે ફેસબુક પર પોસ્ટ શેર કરી છે. જેમાં કહ્યું છે કે તે દિવસની ભૂલ હવે કદાચ આખી જિંદગી ભોગવવી પડશે. મને દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે પરંતુ આ તસવીર ખુબ એમ્બ્રેસિંગ છે. ઈન્ટરનેટ પર લોકો મહિલાને અજીબોગરીબ સલાહ આપી રહ્યા છે.
આ મહિલાનું નામ અંજલિ ઉચિહા છે. જેમણે ફેસબુક પર પોતાના આધાર કાર્ડની તસવીર શેર કરી છે. મહિલાએ પોતાના આધાર કાર્ડમાં જે તસવીર છે તેમાં કાળા રંગની ટીશર્ટ પહેરી છે. જેના પર સ્પષ્ટ રીતે લખેલું છે કે 'F*** OFF'. પોતાના પોસ્ટના કેપ્શનમાં મહિલાએ એ વાતનું દુખ પણ વ્યક્ત કર્યું છે કે કેવી રીતે હવે તેણે બાકીનું જીવન આ તસવીરની સાથે ફસાયેલા રહેવું પડશે.
પોસ્ટનું કેપ્શન છે દર વખતે જ્યારે મારે કોઈ ચીજ માટે મારા આધાર કાર્ડની જરૂર હોય છે, તો જે દિવસે મારે આઈજી કાર્ડનું નવીનીકરણ કરાવવાનું હતું, તે દિવસે મે બેદરકારી દાખવીને એક એવી ટીશર્ટ પહેરી જેના પર 'F*** OFF' લખ્યું હતું, અને હવે હું તેની સાથે અટકી રહીશ. આ કદાચ મારા સમગ્ર જીવન માટે છે.
અંજલિ ઉચિહાએ થોડા દિવસ પહેલા તસવીર શેર કરી હતી અને ત્યારથી તેની પોસ્ટ હવે વાયરલ થઈ ગઈ છે. ઈન્ટરનેટ યૂઝર્સની ખુબ પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેમાં અનેક લોકોએ મહિલાને અજીબોગરીબ સલાહ પણ આપી છે. અંજલિ ઉચિહાની પોસ્ટને 5000થી વધુ લાઈક્સ, 3400થી વધુ શેર અને લગભગ 550 કમેન્ટ્સ મળી છે.
વિચિત્ર રિવાજ! અહીં કન્યાદાન સાથે સસરાંએ જમાઈ માટે પકડી લાવવા પડે છે 21 ઝેરી સાપ
PM મોદીનો US પ્રવાસ એકદમ ખાસમખાસ, અમેરિકા સાથે કરશે આ 6 મોટી ડીલ, જાણો વિગતો
કેમ મુસ્લિમની મઝાર પર રોકાઈ જાય છે જગન્નાથના રથના પૈડા? કેમ થોભી જાય છે રથયાત્રા
એક યૂઝરે લખ્યું કે આ પોસ્ટ ફેસબુક પર મારી ઓલ ટાઈમ ફેવરિટ રહેશે. અન્ય એક યૂઝરે લખ્યું કે આ તમારા જીવનમાં અત્યાર સુધીની સૌથી સારી ચીજ છે. અન્ય એક યૂઝરે ટિપ્પણી કરી કે કૈવી રીતે? મે એક ટીશર્ટ પહેરી હતી જેમાં લખ્યું હતું કે 'વહી શિટ દિવસ અલગ' અને તેમણે મને ઘરે મોકલી દીધો. આવી અનેક કમેન્ટ્સનો પ્રવાહ વહી રહ્યો છે. એક યૂઝરે મહિલાને સલાહ આપતા કહ્યું કે તમે તમારા બાયોમેટ્રિકને અપડેટ કરાવીને તેને બદલી શકો છો. મારા આધાર પર પહેલી તસવીર મૃત વ્યક્તિ જેવી હતી. હાલમાં જ મે તેને બદલાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube