નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આજે સંસદમાં એકવાર ફરીથી મહિલા અનામતની માગણી ઉઠી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆતમાં મહિલા સાંસદોએ મહિલાઓના હકમાં અવાજ ઉઠાવ્યો અને મહિલા અનામતની વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા દિવસ પર સૌથી પહેલા મહિલાઓને બોલવાની તક
સદનની કાર્યવાહી શરૂ થયા બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સૌથી પહેલા મહિલાઓને બોલવાની તક આપવામાં આવી. આ દરમિયાન ભાજપના સાંસદ સરોજ પાંડેએ કહ્યું કે મોદી રાજમાં મહિલાઓ સશક્ત થઈ છે. આ બાજુ ભાજપના સાંસદ સોનલ માનસિંહે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવવાની પણ વાત કરી. આ ઉપરાંત એનસીપીના સાંસદ ફૌઝિયા ખાને સંસદમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની માગણી કરી તો શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે 24 વર્ષ પહેલા 33 ટકા અનામતનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. હવે તેને 50 ટકા કરવો જોઈએ. 


એનસીપી સાંસદે કરી 33 ટકા અનામતની માગણી
એનસીપીના રાજ્યસભા સાંસદ ફૌઝિયા ખાને કહ્યું કે અનેક ઓડિટથી જાણવા મળ્યું છે કે 6 ટકાથી વધુ મહિલાઓને નેતૃત્વની ભૂમિકા મળી નથી. આપણે આ અંગે વિચારવું જોઈએ. આપણે લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓના 33 ટકા અનામત પર કાયદો લાવવાની એક શરૂઆત કરી શકીએ છીએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube