લખનૌ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ઈન્ટરનેટ પર અશ્લીલતા જોનારા પર હવે 1090ની એક ટીમ નજર રાખશે. આમ કરનારાઓને હવે સચેત કરવામાં આવશે. આ સાથે મહિલાઓ સુધી પહોંચવા માટે 1090 સમયાંતરે જાગરૂકતા સંદેશ અને સોશિયલ મીડિયા પર દરેક પ્લેટફોર્મના માધ્યમથી મોકલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પત્રકાર પરિષદમાં એડીજી નીરા રાવતે કહ્યું કે ઈન્ટરનેટ (Internet) ના વધતા ઉપયોગને જોતા 1090 એ પણ લોકો સુધી પહોંચવા માટે આ જ માધ્યમનો ઉપયોગ કર્યો. ઉત્તર પ્રદેશમાં ડિજિટલ ચક્રવ્યૂહ ( મહિલા સુરક્ષા માટે 360 ડિગ્રી ઈકોસિસ્ટમ) માટે એક ડિજિટલ આઉટરીચ રોડમેપ તૈયાર કર્યો. 


Nirmala Sitharaman ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું-કૃષિ કાયદામાં શું કમી છે તે રાહુલ ગાંધી જણાવે


ડેટાનું એનાલિસિસ  કરવામાં આવશે
એડીજી નીરા રાવતે કહ્યું કે ઈન્ટરનેટના એાલિટિક્સને સ્ટડી કરવા માટે  oomuph નામની એક કંપનીને રાખવામાં આવી છે. તેઓ ડેટાના માધ્યમ ઈન્ટરનેટ પર શું સર્ચ થઈ રહ્યું છે તેના પર નજર રાખશે. જો કોઈ વ્યક્તિ ઈન્ટરનેટ પર અશ્લીલતા જોતી હશે તો તેના સંકેત એનાલિટિક્સ ટીમને મળી જશે. ટીમ તે અંગે 1090ની ટીમને જણાવશે. 1090ની ટીમ તે વ્યક્તિને આવી સામગ્રીથી સચેત રહેવા માટે જાગરૂકતાના મેસેજ મોકલશે. આમ કરવાથી અપરાધની શરૂઆત ઉપર જ રોક લગાવવામાં આવશે. 


તબક્કાવાર લોકો સુધી પહોંચ વધારવામાં આવશે
એડીજી નીરા રાવતે જણાવ્યું કે આ સમગ્ર યોજનાનું નામ (હમારી સુરક્ષા) આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ પ્રદેશના તમામ ઈન્ટરનેટ યૂઝર સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ યોજનાને તબક્કાવાર રીતે સમગ્ર પ્રદેશમાં લાગુ કરાશે. આવનારા સમયમાં 1090 સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર  હાજર રહેશે અને અલગ અલગ સોશિયલ મીડિયા યૂઝર્સ સુધી તેની પહોંચ વધશે. સોશિયલ મીડિયા પર પ્રસારિત થતા મેસેજ અને સંદેશા પણ તૈયાર કરવામાં આવ્યા છે. 


Kiss Day: ચુંબનના છે અઢળક ફાયદા, વજન અને બીપીની સમસ્યાવાળા તો ખાસ વાંચે


ઈન્ટરનેટનો ઉપયોગ  જોવા જઈએ તો યુપીમાં અત્યારે 11.60 જેટલા ઈન્ટરનેટ યૂઝર્સ છે. જેમાં 16 વર્ષથી 64 વર્ષની ઉંમરના 67 ટકા યૂઝર્સ છે. ગ્રામીણ વિસ્તારના યૂઝર્સની વાત કરીએ તો 69 ટકા ગ્રામીણો ઈન્ટરનેટ વાપરે છે. એક દિવસમાં સરેરાશ 6 કલાક ઈન્ટરનેટનો ઉપયોગ થતો હોય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube