Women Reservation Bill 2023: લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ પર આજે ચર્ચાની શરૂઆત થઈ છે. આ માટે સાત કલાકનો સમય નિર્ધારિત કરાયો છે. આ બિલ પર કોંગ્રેસ તરફથી ચર્ચાની શરૂઆત સોનિયા ગાંધીએ કરી. મોદી કેબિનેટમાં સોમવારે આ બિલ પર મંજૂરી અપાઈ હતી. તમામ પક્ષોના સ્ટેન્ડના કારણે લગભગ આ બિલના પાસ થવાની શક્યતા વધી ગઈ છે. અત્રે જણાવવાનું કે 1996માં પહેલીવાર આ બિલને સંસદમાં રજૂ કરાયું હતું. જો કે તમામ અડચણો બાદ આ બિલ પાસ થઈ શક્યું નહતું. આ બિલને પાસ થતા પહેલા રાજકીય પક્ષોમાં શ્રેય લેવા માટે જાણે હોડ મચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું સોનિયા ગાંધીએ
સોનિયા ગાંધીએ લોકસભામાં કહ્યું કે કોંગ્રેસ મહિલા અનામત બિલનું સમર્થન કરે છે. હું આ બિલના સમર્થનમાં છું. આ મારા જીવનનો માર્મિક સમય છે. પહેલીવાર સ્થાનિક ચૂંટણીઓમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરનારું આ બિલ મારા જીવનસાથી રાજીવ ગાંધી જ લાવ્યા હતા. આજે એનું પરિણામ છે કે દેશભરમાં સ્થાનિક ચૂંટણીઓ દ્વારા આપણી પાસે 15 લાખ ચૂંટાયેલી મહિલાઓ છે. રાજીવ ગાંધીનું સપનું હજુ અડધુ જ પૂરું થયું છે. આ બિલ પાસ થવાની સાથે જ તે પણ પૂરું થશે. કોંગ્રેસ પાર્ટી આ બિલનું સમર્થન કરે છે. અમને આ બિલના પાસ થવાની  ખુશી છે પરંતુ એક ચિંતા પણ છે. હું સવાલ પૂછવા માંગુ છું કે છેલ્લા 13 વર્ષથી મહિલાઓ રાજનીતિક જવાબદારીઓનો ઈન્તેજાર કરતી રહી. હજુ પણ તેમને રાહ જોવડાવવામાં આવી રહી છે. 2 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ કેટલા સમયનો ઈન્તેજાર. અમારી માંગણી છે કે આ બિલ તરત પાસ કરાવવામાં આવે. પરંતુ જાતિગત ગણતરી કરાવીને એસસી, એસટી અને ઓબીસી અનામતની વ્યવસ્થા કરાવવામાં આવે. સરકારે આ બધાને પૂરું કરવા માટે જે પગલાં ભરવાની જરૂર છે તેને લેવા જોઈએ. આ બિલમાં વિલંબ કરવો એ મહિલાઓ માટે અન્યાય હશે. 


33 ટકા અનામતની વ્યવસ્થા
અત્રે જણાવવાનું કે આ બિલમાં લોકસભા અને રાજ્યસભાની સાથે સાથે રાજ્યોની વિધાનસભામાં પણ 33 ટકા અનામતની વ્યવસ્થા કરાઈ છે. આ બિલ જે તારીખથી પ્રભાવિતથશે તેના 15 વર્ષ સુધી તે અમલમાં રહેશે. જો કે સંસદ તેની સમયમર્યાદા વધારી શકે છે. એ પ્રકારની જાણકારી સામે આવી રહી છે કે બિલ જ્યારે કાયદાનું સ્વરૂપ લેશે ત્યારબાદ આગામી વસ્તી ગણતરી પર આધારિત સીમાંકન બાદ તેને લાગૂ કરવામાં આવશે. બંધારણનો 128 સંશોધન અધિનિયમ 2023માં 3 આર્ટિકલ અને એક ક્લોઝને (women reservation three articles) રજૂ કરવાની છે. ન્યૂ 239 એએ ક્લોઝમાં ઉલ્લેખ છે કે અનુસૂચિત જનજાતિ (sheduled caste women reservation bill) માટે અનામત એક તૃતિયાંશ સીટ મહિલાઓ માટે અનામત રહેશે. એક તૃતિયાંશ સીટ સીધી ચૂંટણી દ્વારા ભરવામાં આવશે. જે મહિલાઓ માટે અનામત રહેશે. આ સાથે જ દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે સીટો અનામત રહેશે. આ જ રીતે આર્ટિકલ 330એમાં લોકસભામાં એક તૃતિયાંશ સીટ અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે અનામત રહેશે. એક તૃતિયાંશ સીટ સીધી ચૂંટણી દ્વારા ભરવામાં આવશે. જે મહિલાઓ માટે અનામત રહેશે. એ જ રીતે 332 એ માં પ્રત્યેક રાજ્યોની વિધાનસભામાં એક તૃતિયાંશ સીટઅનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત હોવાની સાથે એક તૃતિયાંશ સીટ સીધી ચૂંટણી દ્વારા ભરવામાં આવશે જે મહિલાઓ માટે અનામત રહેશે.