રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવનારા મહિલા પહેલવાનોએ પોલીસને પોતાના નિવેદનો નોંધાવ્યા છે. જેમાંથી બે મહિલા પહેલવાનોએ ટુર્નામેન્ટ, વોર્મ અપ દરમિયાન એટલે સુધી કે WFI ના કાર્યાલયમાં ખોટી રીતે શરીરને સ્પર્શવાનો આરોપ લગાવ્યો છે. નવી દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં 21 એપ્રિલના રોજ નોંધાયેલી બે અલગ અલગ ફરિયાદોમાં ઓછામાં ઓછી આઠ આવી ઘટનાઓનો ઉલ્લેખ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રિપોર્ટ મુજબ બંને ફરિયાદકર્તાઓએ પોલીસને જણાવ્યું છે કે કઈ રીતે બ્રિજભૂષણ શરણ સિંહ શ્વાસ લેવાની પેટર્નની તપાસના બહાને પેટ અને સ્તનને સ્પર્શ કર્યો હતો. ફરિયાદકર્તા પહેલવાનોએ નામ ઉજાગર ન કરવાની શરતે જણાવ્યું છે કે બ્રિજભૂષણ સિંહે તેમનું માનસિક અને શારીરિક શોષણ કર્યું છે. 


2016 અને 2019ની ઘટનાઓનો ઉલ્લેખ
ફરિયાદકર્તા પહેલવાનોએ કહ્યું કે બ્રિજભૂષણ સિંહે તેમના પર કરિયરમાં બાધા નાખવાનું દબાણ નાખ્યું હતું આથી અમે બધા અત્યાર સુધી ચૂપ હતા. પોતાની ફરિયાદમાં એક મહિલા રેસલરે શારીરિક ઉત્પીડનની ઓછામાં ઓછી પાંચ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. મહિલા રેસલરના જણાવ્યાં મુજબ શારીરિક ઉત્પીડનની આ ઘટના વર્ષ 2016ની છે. તેમણે જણાવ્યું કે 2016માં એક ટુર્નામેન્ટ દરમિયાન એ રેસ્ટોરામાં બ્રિજભૂષણ સિંહે તેમના પેટ અને સ્તનને સ્પર્શ કર્યો હતો. ત્યારબાદ ટેબલ પર સાથે બેસવા માટે પણ કહ્યું હતું.


ઓફિસમાં પણ કરી હરકત
પોતાની ફરિયાદમાં રેસલર નંબર વન (કાલ્પનિક નામ) એ કહ્યું હતું કે આ ઘટના બાદ તે અંદરથી હચમચી ગઈ હતી. ખાવાનું મન સુદ્ધા થયું નહતું. આ પ્રકારની ઘટના એકવાર થઈને રહી ન ગઈ પરંતુ ત્યારબાદ 2019માં એક અન્ય ટુર્નામેન્ટ દરમિયાન બ્રિજભૂષણે તેમના સ્તન અને પેટને સ્પર્શ કર્યો હતો. રેસલેર 1એ એ પણ કહ્યું કે બ્રિજભૂષણ સિંહે આ પ્રકારની હરકત એકવાર તેમના WFI કાર્યાલયમાં પણ કરી હતી. પોતાના કાર્યાલયમાં તેમણે પહેલવાનોની મરજી વગર ખભા અને જાંઘને સ્પર્શ કર્યો હતો અને પછી શ્વાસ લેવા અને છોડવાની પેટર્નની તપાસ કરવાના બહાને ફરીથી પેટ અને સ્તનને સ્પર્શ કર્યો હતો. 


ચાલુ ટ્રેનમાં છોકરીઓએ મુસાફરોની હાજરીમાં જ બનાવ્યો એવો Video, જોઈને શરમાઈ જશો


ભારતનું સૌથી મોટું રેલ્વે જંકશન,  દેશના કોઈપણ ખૂણે જવું હોય અહીંથી મળી જશે ટ્રેન


વાવાઝોડાનું મોટું જોખમ!, 8મી મેના રોજ થશે આ મોટો ફેરફાર, જાણો શું થશે અસ


વોર્મ અપ દરમિયાન જરસી ઊંચી કરી દીધી
રેસલર 1 એ જણાવ્યું કે 2018માં એક અન્ય ટુર્નામેન્ટ દરમિયાન પણ બ્રિજભૂષણે મને પકડીને ગળે લગાવી હતી અને ઘણીવાર સુધી છોડી નહતી. એટલું જ નહીં તેમણે મારા સ્તનને પણ સ્પર્શ કર્યો હતો. રેસલર 1ની જેમ રેસલર 2ની પણ ફરિયાદ આ પ્રકારની છે. તેણે જણાવ્યું કે વર્ષ 2018ની વાત છે એકવાર જ્યારે તે વોર્મ અપ કરી રહી હતી ત્યારે બ્રિજભૂષણ સિંહ મારી સહમતિ વગર મારી જરસી ઊંચી કરી હતી અને મારા પેટ અને સ્તન પર હાથ લગાવીને કહ્યું હતું તે તપાસ કરવા માંગે છે. હું આ ઘટનાથી આઘાતમાં સરી પડી હતી. રેસલર 2એ જણાવ્યું કે આ પ્રકારની ઘટના મારી સાથે અશોક રોડ સ્થિત બ્રિજ ભૂષણની ઓફિસમાં પણ ઘટી હતી. 


અત્રે જણાવવાનું કે દેશના કેટલાક મોટા પહેલવાન જેમ કે ઓલિમ્પિક પદક વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક તથા બે વારની વિશ્વ  ચેમ્પિયન પદક વિજેતા વિનેશ ફોગટ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગણીને લઈને 23 એપ્રિલથી જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સગીર પહેલવાન દ્વારા શારીરિક શોષણની ફરિયાદ 21મી એપ્રિલે નોંધાઈ હતી. પરંતુ જ્યારે પોલીસે એફઆઈઆર ન નોંધી તો પહેલવાનોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. ત્યારબાદ પોલીસે બે એફઆઈઆર નોંધી છે. 
બંને પહેલવાનોએ આ અઠવાડિયાની શરૂઆતમાં IPC ની કલમ 161 હેઠળ દિલ્હી પોલીસ સમક્ષ પોતાના નિવેદન નોંધાવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube