ચાંદલો, સિંદૂર, કાજલ સહિતના સ્ત્રીઓ માટે કેમ હોય છે 16 શણગાર? જાણો 16 શણગારનું વૈજ્ઞાનિક કારણ
હિન્દુ ધર્મમાં લગ્નજીવનમાં સોળ શૃંગારનો મહત્વ પણ ખાસ હોય છે. જેથી સ્ત્રીઓ હંમેશા શણગાર અંગે ખુબ જ કાળજી રાખતી હોય છે. શોળ શણગારનીની વસ્તુઓ પહેરવી શુભ માનવામાં આવે છે. આ શૃંગારનો ધાર્મિક મહત્વ તો છે પણ સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલા છે. સોળ શૃંગારમાં, ચાંદલો, સિંદૂર, કાજલ સહિતની વસ્તુઓ સામેલ થયેલ છે. ઋગ્વેદમાં પણ સૌભાગ્ય માટે સોળ શૃંગારનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ તેની પાછળનું કારણ શું છે.
નરેશ ધારાણી, અમદાવાદઃ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓના શણગારનો ખાસ મહત્વ હોય છે. ચાંદલો, સિંદૂર, કાજલ, મહેંદી, પાનેતર, ફુલગજરો, ટીકો, નથણી, બૂટી, મંગલસૂત્ર, બાઝુબંધ, બંગડી, વીંટી, કંદોરો, વીછીયા પાયલ વગર કેમ અધૂરો ગણાય છે શણગાર. સ્ત્રીઓ માટે સૌથી મહત્વની વસ્તુ હોય છે શણગાર, સ્ત્રીની સાથે બીજું કંઈ હોય કે ના હોય પણ શણગારની વસ્તુ હંમેશા તેમના બેગમાં મળી રહે છે.
હિન્દુ ધર્મમાં લગ્નજીવનમાં સોળ શૃંગારનો મહત્વ પણ ખાસ હોય છે. જેથી સ્ત્રીઓ હંમેશા શણગાર અંગે ખુબ જ કાળજી રાખતી હોય છે. શોળ શણગારનીની વસ્તુઓ પહેરવી શુભ માનવામાં આવે છે. આ શૃંગારનો ધાર્મિક મહત્વ તો છે પણ સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલા છે. સોળ શૃંગારમાં, ચાંદલો, સિંદૂર, કાજલ સહિતની વસ્તુઓ સામેલ થયેલ છે. ઋગ્વેદમાં પણ સૌભાગ્ય માટે સોળ શૃંગારનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ તેની પાછળનું કારણ શું છે.
ચાંદલો:
માથામાં કપાળે બે ભ્રમરની વચ્ચે કંકુનો ચાંદલો કરવામાં આવે છે. તેનું કદ નાનું મોટું અને લાંબો કે ગોળાકાર હોય શકે છે. જ્યાં ચાંદલો કરવામાં આવે છે એ માથાના ભાગમાં નર્વ પોઇન્ટ છે. જેથી ભ્રમરકેન્દ્ર પર બિંદી કરવાથી સ્ત્રીઓમાં એકાગ્રતા વધે છે અને મનનું સંતુલન રહે છે.
સિંદુર:
લગ્ન પછી સ્ત્રીને તેના પતિ દ્વારા માથામાં સિંદુર ભરવામાં આવે છે. આમ તો કહેવામાં આવે છે કે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે માથામાં સિંદુર લગાવે છે. સિંદુર લાલ લેડ ઓકસાઈડમાં પારો અને સીસુના ભુક્કામાંથી બને છે. એટલે સિંદુર લગાવવાથી મગજની નસો નિયંત્રણમાં રહેતી હોવાનું મનાય છે. સિંદુર સ્ત્રીઓના શરીરના તાપમાનને નિયંત્રિત કરીને ઠંડક આપે છે. સાથે શાંત પણ રાખે છે.
કાજલ:
કાજલ સ્ત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. મહિલાઓની આંખોની સુંદરતામાં કાજલ વધારો કરે છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે કાજલ (આંજણ) લગાવવાથી કોઈની નજર નથી લાગતી. પરંતુ કાજલથી આંખોને ઠંડક મળે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે એટલા માટે લગાવવામાં આવે છે.
મહેંદી:
કોઇપણ શુભ પ્રસંગે કે વાર તહેવારે મહિલાઓ કે યુવતીઓ પોતાના હાથે મહેંદી લગાવે છે. એવું કહેવામાં આવે છે કે હાથમાં મહેંદીનો રંગ જેટલો વધારે ખીલે એટલો વધારે પતિનો પ્રેમ મળે છે પરંતુ આ સાચી વાત નથી. ખરેખર તણાવને ઓછો કરવા માટે મહેંદી લગાવાય છે. સાથે મહેંદી ઠંડક પણ આપે છે.
પાનેતર:
લગ્નમાં કન્યાના શૃંગારમાં સૌથી અગત્યનું વસ્ત્ર એટલે પાનેતર મનાય છે. ખાસ કરીને સફેદ અને લાલ રંગનો પાનેતરમાં ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગ શાંતિ અને લાલ રંગ શુભ ગણવામાં આવે છે. એટલે જ સફેદ અને લાલ રંગના પાનેતરને શુભ માનવામાં આવે છે.
ફુલ ગજરો:
ફૂલોથી તૈયાર થતો ગજરો એક પ્રાકૃતિક શુંગાર છે. ગજરો વાળ અને મહિલાની સુંદરતા વધારે છે. ગજરો ધારણ કરવાથી મહિલાઓનું ધૈર્ય જળવાય રહે છે સાથે તાજગી પણ આપે છે. તો ફૂલોની સુગંધ તણાવ પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
ટીકો:
સોના, ચાંદી, હીરા અને મોતીથી તૈયાર થતું આ આભૂષણ સ્ત્રીના મસ્તકને શોભાવે છે. વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણે માંગ ટીકો લગાવવાથી શરીરનું તાપમાનને નિયંત્રિત થાય છે. સાથે જ શાંતિચિતે સ્ત્રી નિર્ણયો લઇ શકે છે.
નથણી:
સ્ત્રીના નાકમાં પહેરવામાં આવતી નથણી અથવા ચૂંકનો સીધો સંબંધ સ્ત્રીના ગર્ભાશય સાથે છે. નાકની કેટલીક નસો ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે એટલા માટે નાક વિધાવવામાં આવે છે. નથણી પહેરવાથી પત્નીના શ્વાસથી સિધિ અસરથી પતિને રક્ષણ મળે છે.
કાનમાં બૂટી:
કાન વિધવા સાથે વૈજ્ઞાનિક કારણ જોડાયેલ છે. કાનમાં બૂટી પહેરવામાં આવે છે તે એકયુપ્રેસન પોઇન્ટ છે. જેના પર આભૂષણનું દબાણ આવવાથી કિડનીમાં બ્લડ સરકયુલેશનની કામગીરીમાં સુધારો જોવા મળે છે.
મંગળસૂત્ર:
સૌભાગ્યવંતી સ્ત્રી હંમેશા મંગળસૂત્ર પહેરે છે. મંગળસૂત્ર પહેરવાથી સકારાત્મક ઉર્જા મળે છે અને મહિલાના હ્રદય અને મનને શાંત રાખે છે. સોનાનું મંગળસૂત્ર ધારણ કરવાથી શરીરમાં બળ અને તેજ વધે તેવી પણ એક માન્યતા છે.
બાજુબંધ:
બાવડા પરની બાજુમાં આ આભૂષણ પહેરવામાં આવે છે. પહેલાના સમયમાં બાવડા પર આ પહેરવું ખુબ જરૂરી મનાતું હતું. બાજુબંદથી લોહીના ભ્રમણની ગતિ બરાબર રહે છે. જેથી સ્ત્રીને ઘરકામ કરવામાં પણ શરીરને ધસારો લાગતો નથી અને ખંભા અને સ્નાયુના દુ:ખાવાથી મુક્તિ મળે છે.
બંગડી:
હાથ પર પહેરવામાં આવતી બંગડી મહત્વનો હાથનો શુંગાર છે. બંગડીએ પતિ-પત્નીના ભાગ્ય અને સંપન્નતાનું પ્રતિક છે. ચૂડીનો સિધો સંબંધ ચંદ્ર સાથે હોય છે. એવુ માનવામાં આવે છે કે બંગડી પહેરવાથી કાંડામાં થતા બ્લડ સલ્યુલેશનમાં સુધારો થાય છે અને બ્લડ પ્રેસર કાબૂમાં રાખવામાં મદદ મળે છે.
વીંટી:
વીંટી પહેરવા સાથે હ્રદયનો સહાય સ્નેહ વીટળાયેલો રહે છે. અનામિકા આંગળીની નસ સીધી હ્રદય સાથે જોડાયેલ છે. તેથી તેના પર પહેરેલી વીંટીથી પ્રેસર આવે એનાથી સ્વસ્થતા પણ રહે છે.
કમરબંધ (કંદોરો):
નાભિના ઉપરના હિસ્સામાં પહેરવામાં આવતા શૃંગારને કમરબંધ કહેવાય છે. સ્ત્રી અને નાના બાળકો કમરબંધ પહેરતા હોય છે. કમરબંધ સ્ત્રીઓને માસિક વખતે થતી પીડામાં રાહત આપે છે. સાથે પાચન શકિત વધારે છે. પેટ સંબંધીત બિમારીને રોકવામાં પણ કમરબંધ મહત્વનો ભાગ ભજવે છે.
વીછિયા:
વિવાહ બાદ સ્ત્રીઓ પગની આંગળીઓમાં વીછિયા પહેરે છે. એવી માન્યતા પણ છે કે વીછિયા પહેરવાથી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારુ રહે છે. વીછિયા પહેરવાથી પગની આંગણીના બ્લડની ગતિ નિયંત્રણમાં રહે છે. ચાંદીની વીછિયા પહેરવાથી સ્ત્રીને પગને લગતા રોગમાં રાહત મળે છે.
પાયલ:
પગને સુંદર બનાવતું સૌથી આકર્ષક આભૂષણ એટલે પાયલ. પગમાં પાયલ પહેરવાથી સાઇટિકામાં રાહત મળે છે. સાથે જ પગની એડીમાં દુખાવામાં પાયલ ખાસ રાહત આપે છે.
આધુનિક રહેણીકહેણી અને સતત વ્યસ્ત રહેતા આજના સમયમાં સ્ત્રીઓ માટે આ શૃંગાર કરવો શક્ય નથી બનતું. પણ પહેલા આ શૃંગાર પહેરાતો હતો તેની પાછળ ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલા હતા. જેતી તે ખુબ જ અસરકારક પણ સાબિત થતા હતા.