મહિલા ક્રિકેટ ટીમાં વધ્યો કલહ, મિતાલીનાં વિરોધ વચ્ચે પોવારનાં પક્ષમાં ઉતર્યા હરમનપ્રીત
ટી20 ટીમનાં કેપ્ટન હરમનપ્રીત કૌરે રમેશ પોવારનાં પક્ષમાં પત્ર લખ્યો છે, મિતાલી રાજ, એકતા બિષ્ટ અને માનસી જોશી કોચ પવારની ફરી નિયુક્તિની વિરુદ્ધ છે
નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં કોચ રમેશ પોવાર મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે. પોવારનાં કરારનાં વિવાદાસ્પદ અંત બાદ સોમવાર (3 ડિસેમ્બર)નાં રોજ ટી20 ટીમનાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઉપકપ્તાન સ્મૃતિ મંધાનાં સ્પષ્ટ રીતે કોચનાં પક્ષમાં ઉતરી આવી હતી. તેમણે કોચને પરત લાવવાની માંગ કરી હતી. પોવારનો કાર્યકાળ 30 નવેમ્બરે પુર્ણ થઇ રહ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, સીનિયર ખેલાડી મિતાલી રાજની સાથે મતભેદનાં કારણે તેમનો કરાર વધારવામાં આવ્યો છે.
તંત્રની સમિતી (સીઓએ)નાં અધ્યક્ષ વિનોદ રાયે જણાવ્યું કે, હરમનપ્રીત અને સ્મૃતીએ પોવારને 2021 સુધી કોચ બનાવવાને સમર્થન કર્યું છે. પોવારનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થયો. બીસીસીઆિ પહેલા જ આ પદ માટે નવી અરજીઓ મંગાવી ચુક્યું છે. પોવાર ફરી એકવાર અરજી કરવા માટે સ્વતંત્ર છે. વિનોદ રાયે કહ્યું કે, હાં તેમણે પત્ર લખ્યો છે તે ઇચ્છે છે કે રમેશ પોવાર પોતાનાં પદ પર યથાવત્ત રહે.
હરમનપ્રીત અને સ્મૃતીએ પોવારનો કાર્યકાળ વધારવાને સમર્થન કર્યું છે. જો કે તેમ પણ સામે આવ્યું છે કે, બિષ્ટ અને માનસી જોશી ઉપરાંત વનડે ટીમનાં કેપ્ટન મિતાલી તેમને ફરી એકવાર આ પદ સોંપવાની વિરુદ્ધ છે. બીજી તરફ હરમનપ્રીતે પોવારનાં સમર્થનમાં પત્ર લખ્યો છે. તેમણે તેમાં કહ્યું કે, હુંટી20 કેપ્ટન અને વનડે ઉપકપ્તાન સ્વરૂપે તમને અપીલ કરૂ છું કે પોવારને અમારી ટીમનાં કોચ સ્વરૂપે આગળ પણ યથાવત્ત રહેવાની સ્વીકૃતી આપવામાં આવે. આગામી ટી20 વર્લ્ડકપમાં મુશ્કેલીથી 15 મહીના અને ન્યૂઝીલેન્ડ મુલાકાત પર જવા માટે એક મહીનો છે. એક ટીમ સ્વરૂપે તેઓ જે પ્રકારે અંદર પરિવર્તન લાવ્યા છે, તેને જોતા મને તેને પરિવર્તનનું કોઇ કારણ જોવા નથી મળી રહ્યું.