તારક વ્યાસ, અમદાવાદઃ  બોલચાલની ભાષામાં સાલા શબ્દનો સંદર્ભ "ઠપકો" તરીકે આપીએ ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમજ "પત્ની" ના ભાઈઓને પણ "સાલા ", " સાળા"  કે  "સાલાસાહબ" તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સાલાસાહેબની પૌરાણિક સ્ટોરી કઈંક આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરાણોના પેટાળ માંથી
વન્સ અપોન એ ટાઈમ "સમુદ્ર મંથન" માં, એક "પૌરાણિક કથા" નો ઉલ્લેખ મળે છે, મંથનથી પ્રાપ્ત થયેલા 14 દૈવી રત્નો હતા: કાલકુટ (હળાહળ ), ઐરાવત , કામધેનુ, ઉચૈશશ્રવ, કૌસ્તુભ મણિ , કલ્પવૃક્ષ, રંભા (અપ્સરા), મહાલક્ષ્મી, શંખ (જેનું નામ " સાલા " હતું !), વારુણી મદિરા , ચંદ્ર, શારંગ ધનુષ, ગંધર્વ અને છેવટે અમૃત. "લક્ષ્મીજી" "સ્વર્ણ" તરીકે મંથનમાંથી બહાર આવ્યા, તે પછી જ્યારે "સાલા શંખ" બહાર લઈને આવ્યા ત્યારે તેમને લક્ષ્મીજીનો ભાઈ કહેવાયો. રાક્ષસો અને રાક્ષસોએ કહ્યું કે હવે જુઓ લક્ષ્મીજીનો ભાઈ સાલા (શંખ) આવી ગયો છે ત્યારથી જ નવા લગ્ન થયેલા "વહુ " અથવા પત્ની જેને આપણે "ગૃહલક્ષ્મી" પણ કહીએ છીએ, તેના ભાઈનું ખૂબ જ પવિત્ર નામ "સાલા" કહેવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન "પંચજન્ય સાલા શંખ" પ્રગટ  થયો .તો આ શંખ ને ભગવાન વિષ્ણુએ પોતાની પાસે રાખી લીધો.


આ સાલો(સાળો) છે કોણ ?
આ શંખને "વિજયનું પ્રતીક" માનવામાં આવે છે, તેમજ તેનો ધ્વનિ ખૂબ શુભ માનવામાં આવે છે. એટલે કે આ સાલા ( સાળા ) નો અવાજ !. વિષ્ણુ પુરાણ અનુસાર, દેવી લક્ષ્મી સમુદ્રરાજની પુત્રી છે અને શંખ તેના ભાઈ-બહેન છે, તેથી એવું પણ માનવામાં આવે છે કે જ્યાં શંખ ​​છે ત્યાં લક્ષ્મી રહે છે. આ કારણોસર, પૂજા દરમિયાન હિન્દુઓ દ્વારા શંખ વગાડવામાં આવે છે. જ્યારે પણ તમે ધન પ્રાપ્ત કરવાનાં ઉપાય કરો છો ત્યારે ક્યારેય પણ "શંખ" ને અવગણશો નહીં, તેને લક્ષ્મીની તસવીર અથવા મૂર્તિની પાસે રાખો. જ્યારે પણ કોઈ ભાઇ-વહુ અથવા કોઈ વ્યક્તિનો ભાઈ ખુશ થાય છે, ત્યારે તે તેમનામાં "સંપત્તિનું આગમન" એક શુભ સંકેત છે.  માળુ હાળુ એટલેકે જો સાળા સાથે સંબંધ બગડે તો તેની સીધી અસર બેંક ખાતા પર થાય છે અને દરિદ્રતા સર્વે બનેવીઓ કે સાળા પીડિતો પર ફરી વળે છે. એવું આપણા પૌરાણિક શાસ્ત્રો કહે છે. તો સાળા ચાહે સાગા હોય કે માનેલા ટૂંક માં ખુશ રાખો તેમને નહીંતર પત્ની રૂપી લક્ષ્મીજી તમને ધોબી પછાડ આપશે. વિષ્ણુ ભગવાન પણ સમજી ગયા હતા કે લક્ષ્મીજી ની ખુશી માંજ તેમની ખુશી છે.
[[{"fid":"299634","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"photofamily11.gif","field_file_image_title_text[und][0][value]":"photofamily11.gif"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"photofamily11.gif","field_file_image_title_text[und][0][value]":"photofamily11.gif"}},"link_text":false,"attributes":{"alt":"photofamily11.gif","title":"photofamily11.gif","class":"media-element file-default","data-delta":"1"}}]]
આપણા પૌરાણિક શાસ્ત્રો એવું પણ કહે છે કે સાળાઓ , સાળીઓ , સસરા, સાસુ અને સૌથી ઉપર શ્રી શ્રી લક્ષ્મીજીના ડાયરેક્ટ અવતાર એવા પત્નીનું સન્માન કરવું. એમને કોઈ દિવસ અપશબ્દો કેહવા નહિ. અને પૌરાણિક સ્ટેટેકટિક્સ મુજબ 100 માંથી 90 લોકો ની આર્થિક કે સામાજિક કષ્ટો નું મૂળ આ પણ હોય શકે છે. ઘણી વાર એવું જોવા મળે છે કે  આજ ના બુલેટ ટ્રેન આવશે એવા યુગમાં પતિ પત્ની ના સંબંધોએ એક નવો વણાંક લીધો છે. હવે એ લોકડાઉન ની બલિહારી કહો કે પછી સમય ની પણ પરિવારો ફરી થી સાથે રહેવા તરફ પ્રેરાયા છે. એક બીજા ની હૂંફ, સાથ અને સૌથી મોટો સહકાર આ કોરોના યુગ માં સૌથી વધુ કારગર છે એ લોકો ને સમજાયું છે. લોકો પોતાની પ્રોફેશનલ લાઈફ અને સો કોલ્ડ સ્માર્ટ ફોન માં એટલા તો ઉલજી ગયા હતા કે જીવન પોતાના જ ઘરે આવીને નેટફ્લિક્સ ની કોઈ વેબ સિરીઝ જેવું થઇ ગયું હતું. લોકોનુ કદાચ સૌથી વધુ બોલાયેલું વાક્ય છે કે " યાર ટાઈમ ક્યાં છે ..." આ બધા પ્રોફેશનલ હઝાર્ડ છે. પરિવાર થી થોડા ઘણા દૂર થયેલાં આજે સો કોલ્ડ સ્માર્ટ ફોનમાંથી ઉપર જોઈને જુએ તો ખબર પડે કે એક દુનિયા ઔર ભી હૈ!  અંતમાં મોહિનીર ઘોરાગૂલી નું  લિખિત બંગાળ, આબાર બછોર કુરી પોરે આલ્બમનું  નું પ્રસિદ્ધ ફોક રોક બેન્ડનું 10 જાન્યુઆરી 1996 માં રિલીઝ થયેલું એક અદભુત ગીતનો અંતરા ની  લાઈનો યાદ આવી તો આપ સહુ કોઈને શેર કરું છું.  અહીં એ નોંધનીય છે કે એની કોપી " ભીગી ભીગી સી હૈ રાતેં " ગેંગસ્ટર ફિલ્મ નું હતું જે 2008 માં આવી હતી.


શ્રોતાઓને મંત્રમુગ્ધ કરીને લાખોની કમાણી કરતી કિશોરી, નાની ઉંમરમાં કઈ રીતે એક સાધ્વી બની ગઈ સેલિબ્રિટી


વર્તમાન સંબંધોનાં પરિપેક્ષમાં બંગાળી રોક સોંગ
ઘણી વાર એવું જોવા મળે છે કે  આજ ના બુલેટ ટ્રેન આવશે એવા યુગમાં પતિ પત્ની ના સંબંધોએ એક નવો વણાંક લીધો છે. હવે એ લોકડાઉન ની બલિહારી કહો કે પછી સમય ની પણ પરિવારો ફરી થી સાથે રહેવા તરફ પ્રેરાયા છે. એક બીજા ની હૂંફ, સાથ અને સૌથી મોટો સહકાર આ કોરોના યુગ માં સૌથી વધુ કારગર છે એ લોકો ને સમજાયું છે. લોકો પોતાની પ્રોફેશનલ લાઈફ અને સો કોલ્ડ સ્માર્ટ ફોન માં એટલા તો ઉલજી ગયા હતા કે જીવન પોતાના જ ઘરે આવીને નેટફ્લિક્સ ની કોઈ વેબ સિરીઝ જેવું થઇ ગયું હતું. લોકોનુ કદાચ સૌથી વધુ બોલાયેલું વાક્ય છે કે " યાર ટાઈમ ક્યાં છે ..." આ બધા પ્રોફેશનલ હઝાર્ડ છે. પરિવાર થી થોડા ઘણા દૂર થયેલાં આજે સો કોલ્ડ સ્માર્ટ ફોનમાંથી ઉપર જોઈને જુએ તો ખબર પડે કે એક દુનિયા ઔર ભી હૈ!  અંતમાં મોહિનીર ઘોરાગૂલી નું  લિખિત બંગાળ, આબાર બછોર કુરી પોરે આલ્બમનું  નું પ્રસિદ્ધ ફોક રોક બેન્ડનું 10 જાન્યુઆરી 1996 માં રિલીઝ થયેલું એક અદભુત ગીતનો અંતરા ની  લાઈનો યાદ આવી તો આપ સહુ કોઈને શેર કરું છું.  


વિમાનમાં પાયલટ પાસે કુહાડી કેમ હોય છે? જાણીને તમારા હોશ ઉડી જશે


પ્રિથીબીટાના કી છોટો હોતે હોતે, સેટેલાઇટ આર કેબલેર હોતે હોતે...ભેબે દેખો કી? તારારાવ જોટો આલોકબોર્શો દોરે, તારો ડૂરે, તુમિઆર  આમી જય ક્રોમો ક્રોમો શોરે શોરે , તારારાવ જોટો આલોકબોર્શો ડૂરાયે, તારો ડૂરે ......એટલેકે વિશ્વ, ઉપગ્રહ અને કેબલ ટીવીના હાથમાં, હવે અમારા ડ્રોઈંગ રૂમમાં પડેલા ઇડિયટબોક્સ (સ્માર્ટ ટીવી ) ની અંદર ફસાઈ ગઈ છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે? જેમ કે તારાઓ એક બીજાથી પ્રકાશવર્ષ દૂર હોય છે ..તમે અને હું ધીરે ધીરે અને ધીરે ધીરે જઈ રહ્યા છીએ. એકબીજાની પાસે બેસીને એક સાથે જોઈ રહ્યાં છે ..આ એકતા નથી .. આ ખરેખર એકલતા છે . આ ગીત થોડા માં ઘણું કહે છે અને તેના સમય થી ઘણું આગળ છે. સ્માર્ટ ટીવી ને ફોન ના જમાના માં સૌકોઈ સમજદાર છે. ઇતિ સિદ્ધમ!! 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube