ચંદ્રયાન-3 પર કામ શરૂ, ભારતીય મોડ્યૂલમાં જશે ભારતીય અવકાશયાત્રીઃ ઇસરો પ્રમુખ
ઇસરો ચીફને સવાલ કરવામાં આવ્યો કે શું ઇસરો ચંદ્રમા પર માનવ યુક્ત મિશન મોકલવા પર વિચાર કરી રહ્યું છે? તેના પર તેમણે જવાબ આપ્યો, `તે અત્યારે નહીં પણ એક દિવસ જરૂર થશે.`
બેંગલુરૂઃ ગગનયાન મિશન (Gaganyaan Mission) અને ચંદ્રયાન-3 (Chandrayaan- 3) વિશે બુધવારે ઇસરો ચીફ કે સિવને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, ચંદ્રયાન-3 પર ઝડપથી કામ શરૂ થઈ ગયું છે. ગગનયાન મિશનને લઈને ઇસરો ચીફ (ISRO Chief)એ જણાવ્યું, '4 અવકાશયાત્રી તેના માટે પસંદ કરવામાં આવ્યા છે અને તે આ મહિનાના અંતમાં તાલિમ માટે રૂસ જશે. 1984માં રાકેશ શર્મા (Rakesh Sharma) રૂસી મોડ્યૂલ (Russian Module)ના માધ્યમથી ચંદ્રમાં પર ગયા હતા પરંતુ આ વખતે ભારતીય અંતરિક્ષ યાત્રી ભારતથી ભારતીય મોડ્યૂલમાં જશે.' આ સિવાય ગગનયાન મિશનમાં અવકાશયાત્રીના સ્વાસ્થ્યની દેખરેખ માટે ભારતીય ફ્લાઇટ સર્જનોની પણ તાલિમ શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા ફ્રાન્સમાં ચાલી રહી છે.
ઇસરો ચીફને સવાલ કરવામાં આવ્યો કે શું ઇસરો ચંદ્રમા પર માનવ યુક્ત મિશન મોકલવા પર વિચાર કરી રહ્યું છે? તેના પર તેમણે જવાબ આપ્યો, 'તે અત્યારે નહીં પણ એક દિવસ જરૂર થશે.'
આ મહિનાની શરૂઆતમાં સિવને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3ના રૂપરેખાંકન મોટા ભાગે ચંદ્રયાન-2 જેવા જ છે, પરંતુ નવા મિશનમાં પ્રપલ્શન મોડ્યૂલ (propulsion module)ની સાથે રોવર હશે. ચંદ્રયાન-2માં અમારી પાસે ઓર્બિટર, લેન્ડર અને રોવર રૂપરેખાંકન હતું. તેમણે જણાવ્યું કે, ચંદ્રયાન-3 માટે ખરચો આશરે 250 કરોડ રૂપિયા થશે જ્યારે લોન્ચ કિંમત આશરે 350 કરોડ રૂપિયા હશે.
દમણ હવે બનશે ત્રણેય કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની
ઇસરો ચીફે ગગનયાન મિશનને લઈને કહ્યું કે, તે માત્ર મનુષ્યોને અંતરિક્ષમાં મોકલવા ઈચ્છતા નથી પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગના અવસર ઉભા કરવા ઈચ્છે છે. આ મિશન એજન્સીઓ, ભારતીય વાયુસેના અને ઇસરો વચ્ચે સહયોગની મિસાલ છે. તેમણે આગળ કહ્યું, 'અમે ભવિષ્યમાં લોકોના ભલા માટે કામ કરવા ઈચ્છીએ છીએ.' તે માટે અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સમજુતી અને સહયોગ કરીશું.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube