જયપુર : રાજસ્થાનની રાજધાની જયપુરમાં એખ મજુરને વડાપ્રધાનનાં નામની ટીશર્ટ પહેરવું ભારે પડ્યું હતું. આ મજુર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધીના પોસ્ટર લગાવી રહ્યો હતો. જ્યારે કોંગ્રેસ નેતાઓએ તેને જોયો તો તેને ખખડાવીને ભગાવી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જયપુરમાં સામ પિત્રોડાનાં બુદ્ધીજીવી સંવાદ કાર્યક્રમ પહેલા તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એક મજુર વડાપ્રધાન મોદીનાં નામની ટી-શર્ટ પહેરેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બેનર લગાવતો જોવા મળ્યો. આ જોઇને ત્યાં વિચિત્ર સ્થિતી પેદા થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ ઉમેદવારી નોંધાવતા પહેલા 2 વડીલોનાં ચરણસ્પર્શ કરી માર્યો માસ્ટર સ્ટ્રોક

શુક્રવારે પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં સવારે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસનાં અધ્યક્ષ સામ પિત્રોડાનાં મુખ્ય આતિથ્યમાં બુદ્ધિજીવી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના માટે તૈયાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મજુર ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું બેનર લગાવી રહ્યા હતા. તેમાંથી એક મજુરી 16 જાન્યુઆરી, 2018નાં રોજ બાડમેરમાં આયોજીત થયેલા બાડમેર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ યોજનાના શુભારંભ દરમિયાન તૈયાર કરાયેલી ટીશર્ટ પહેરેલી હતી. ટીશર્ટ પર મોટા અક્ષરોમાં યોજનાના નામ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લખેલું હતું. પહેલા તો આ અંગે કોઇનું ધ્યાન નહોતું ગયું. જો કે ત્યાર બાદ જ્યારે કોંગ્રેસ નેતાઓનું તેના પર ધ્યાન ગતું તો તેમણે મજુરને ત્યાંથી હટાવી દીધો હતો. 


INS વિક્રમાદિત્યમાં આગ, અગ્નિ શમન દરમિયાન નૌસેના અધિકારી શહીદ


જેલમાં જ રહેશે કૌભાંડી નીરવ મોદી બ્રિટનની કોર્ટે ફરી જામીન અરજી ફગાવી


ચોથા અને પાંચમા તબક્કામાં રાજસ્થાનમાં થનાર છે મતદાન
રાજસ્થાનમાં 29 એપ્રીલે 25માંથી 13 સીટો પર ચોથા તબક્કાનું મતદાન થવાનું છે. તેમાં અઝમેર, જોધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા અને કોટા જેવી સીટોનો સમાવેશ થાય છે. જયપુરમાં પાંચમા તબક્કામાં મતદાન કરવામાં આવસે. પાંચમા તબક્કાનું મતદાન 6 મેના રોજ થશે. 2014માં રાજસ્થાનની તમામ 25 સીટો પર ભાજપે જીત નોંધાવી હતી. આ વખતે આ જ જુના પ્રદર્શનને ફરી રિપિટ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ યોજાયેલા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી છે.