નવી દિલ્હીઃ દુનિયાના સૌથી સારા એરપોર્ટમાં ભારતની સ્થિતિ ખુબ ખરાબ છે. ટોપ 100 એરપોર્ટના લિસ્ટમાં માત્ર પાંચએ જગ્યા બનાવી છે. તેમાં ટોપ-20માં તો કોઈ ભારતનું એરપોર્ટ નથી. દિલ્હી એરપોર્ટ ગ્લોબલ લિસ્ટમાં 36માં રેન્કિંગ સાથે દેશમાં નંબર-1 છે. તો મુંબઈ એરપોર્ટ માંડમાંડ લિસ્ટમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે. પાછલા વર્ષે 84થી ખસી તેની રેન્કિંગ 95 પર પહોંચી ગઈ છે. દુનિયાના બેસ્ટ એરપોર્ટના રૂપમાં સિંગાપુરનું ચાંગી એરપોર્ટ નંબર એક પર છે. પાછલા વર્ષે તેણે સતત 12મી વખત સ્કાઈટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ જીત્યો હતો. આ એરપોર્ટને ઈન્ડસ્ટ્રીઝનો ઓસ્કાર કહેવામાં આવે છે. ચાંગીને બીજા નંબર પર ખસેડી દોહાનું હમાદ એરપોર્ટ પ્રથમ સ્થાને આવી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દોહા શહેરનું મુખ્ય એરપોર્ટ છે. તે કતરની રાજધાનીના આકારનું લગભગ એક તૃતીયાંશ માનવામાં આવે છે. આશરે 6 લાખ વર્ગ મીટરમાં ફેલાયેલું આ એરપોર્ટ 75 ફુટબોલ મેદાનોને બહાબર છે. હમાદ એરપોર્ટે પાછલા વર્ષે બીજું સ્થાન હાસિલ કર્યું હતું. 


ગ્લોબલ લિસ્ટમાં ભારતીય એરપોર્ટ કયાં?
જ્યાં સુધી દુનિયાના સર્વશ્રેષ્ઠ એરપોર્ટની યાદીમાં ભારતીય એરપોર્ટની વાત છે તો માત્ર પાંચ એરપોર્ટે ટોપ 100માં જગ્યા બનાવી છે. તો ટોપ 50માં માત્ર એક એરપોર્ટ છે. મુંબઈ એરપોર્ટ માંડમાંડ ટોપ-100માં પોતાની જગ્યા બનાવી રાખવામાં સફળ રહ્યું છે. તેનો રેન્ક પાછલા વર્ષના 84થી ઘટીને 95મો થઈ ગયો છે.


ટોપ-10 એરપોર્ટના લિસ્ટમાં બેંગલુરૂ એરપોર્ટે 10 રેન્કની છલાંગ લગાવી છે. પાછલા વર્ષના 69માં રેન્કથી તે 59માં સ્થાને પહોંચી ગયું છે. 2024 માટે સ્કાઈટ્રેક્સ વર્લ્ડના ટોપ 100 એરપોર્ટ અનુસાર હૈદરાબાદ એરપોર્ટનું રેન્કિંડ પણ વધ્યું છે. તે 61માં સ્થાને પહોંચી ગયું છે. ગોવાના મનોહર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 92માં સ્થાને છે. સૌથી મોટી વાત છે કે આ એરપોર્ટનું ઉદ્ધાટન પાછલા વર્ષે થયું હતું. 


વિશ્વના ટો 20 એરપોર્ટ


રેન્ક

એરપોર્ટ

પાછલો રેન્ક
1 દોહા હમાદ 2
2 સિંગાપોર ચાંગી 1
3 સિઓલ ઇંચિયોન 4
4 ટોક્યો હાનેડા 3
5 ટોક્યો નારીતા 9
6 પેરિસ CDG 5
7 દુબઈ 17
8 મ્યુનિક 7
9 ઝુરિચ 8
10 ઈસ્તાંબુલ 6
11 હોંગકોંગ 33
12 રોમ ફ્લુમિનેન્સ 13
13 વિયેના 11
14 હેલસિંકી 12
15 મેડ્રિડ 10
16 સેન્ટ્રેર નાગોયા 16
17 વાનકુવર 20
18 કંસાઈ 15
19 મેલબોર્ન 19
20 કોપનહેગન 14