World Cancer Day 2018: જાણો કેમ મનાવવામાં આવે છે આ દિવસ
વિશ્વના લોકોને કેન્સર વિરુદ્ધ લડાઈ લડવા માટે એકઠા કરવા દર વર્ષે 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે
નવી દિલ્હીઃ વિશ્વના લોકોને કેન્સર વિરુદ્ધ લડાઈ માટે એકઠા કરવા દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આનો મૂળ ઉદ્દેશ કેન્સર પ્રત્યે જાગરૂકતા ફેલવવાનો છે. વિશ્વભરમાં સરકારો અને વ્યક્તિઓને સમજાવવા અને દર વર્ષે કેન્સરથી મરતા લાખો લોકોને બચાવવા આ દિવસ મનાવવામાં આવે છે. 1933માં આંતરરાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ સંઘે સ્વિત્ઝરલેન્ડના જિનેવામાં પ્રથમ વખત વિશ્વ કેન્સર દિવસ મનાવ્યો હતો.
આ સમયે વિશ્વમાં દર વર્ષે કેન્સરને કારણે 76 લાખ લોકોના મોત થાય છે. જેમાં 40 લાખ લોકો સમય પહેલા (30 થી 69 વર્ષ) મૃત્યુ પામે છે. એક અનુમાન અનુસાર 2025 સુધીમાં કેન્સરને કારણે સમયથી પહેલા થતો મૃત્યુ દર વધીને દર વર્ષે 60 લાખ થવાનું અનુમાન છે.
શું છે કેન્સર ?
વિશ્વમાં કેન્સર એક એવી બીમારી છે, જેમાં સૌથી વધુ લોકોના મોત થાય છે. કેન્સર એક ખતરનાક બીમારી છે. આ શરીરના કોષોમાં સૌથી ઝડપથી ફેલાતો રોગ છે. ક્ષતિગ્રસ્ત કોષોની પેશીઓ સુધી ફેલાય ત્યારે આ જીવલેશ સાબિત થાય છે.
ચા પીવાથી ઓછો થાય છે કેન્સરનો ખતરો
અમેરિકાના એક વિશ્વિદ્યાલયમાં એક શોધ અનુસાર ખાસ કરીને કાળી અને લીલી ચા પીવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે, તેમાં એન્ટી આક્સીડેન્ટ તત્વ હોય છે. વિસ્કોનસિન વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલા શોધકર્તા હસન મુખ્તારે કહ્યું હતું કે, વિશ્વભરમાં ચા એક લોકપ્રિય પીણું છે અને તેમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તત્વ હોવાનું સંશોધન થયેલ છે. ઈન્ડિયન ટી એસોસિએશન દ્વારા શુક્રવારે આયોજીત એક સેમિનારમાં મુખ્તારે કહ્યું કે, લીલી ચામાં કેન્સર નિવારક પ્રભાવ હોવાનું જાણવા મળેલ છે.
તેમણે કહ્યું, ચા માત્ર કેન્સર જ નહીં ડાયાબિટિઝ અને હ્રદય રોગોમાં પણ ઉપયોગી છે. મુખ્તારે કહ્યું કે, વિભિન્ન અભ્યાસોથી સંકેત મળે છે કે જે લોકો નિયમિત ચા પીવે છે, તેમાં ઘણા પ્રકારના કેન્સરનો ખતરો ઓછો થઈ જાય છે. તેમણે કહ્યું કે તેનું કારણ છે કે ચામાં એન્ટી આક્સીડેન્ટ તત્વની હાજરી છે જે માનવ શરીરમાં કેન્સર ઉત્પન્ન કરનારી કોશિકાઓને રોકે છે.
કેન્સરનો ખતરો ઓછો કરવાની સરળ ટીપ્સ
- સર્વેમાં જાણવા મળ્યું કે, કસરત કરવાથી કેન્સરથી બચી શકાય છે, જેમાં બ્રેસ્ટ કેન્સર મુખ્ય છે.
- વધુ વજનને કારણે કેન્સર થવાનો ખતરો વધે છે, તેથી વજનને નિયંત્રણમાં રાખવું જોઈએ.
- કેટલાક કાર્યો પર ધ્યાન રાખવું, સતત બેસવું, નીચે ઝુકવું અને ટીવી જોવું.
- તંબાકુનું સેવન ન કરવું જોઈએ.
- સ્વાસ્થ્યપ્રદ ખોરાક લો, જંક ફૂડથી દૂર રહો
- તડલો અને સૂર્યના સીધા કિરણોથી બજો, સૂરજના અલ્ટ્રા-વાયલેટ કિરણોથી ચામડીના કેન્સરનો ખતરો વધી જાય છે.
- વધુ દારૂનું સેવન કરવાને કારણે ગળું અને મોઢાનું કેન્સર થાય છે
- ત્વચામાં કોઈ ફેફાર થાય તો ડોક્ટરનો સંપર્ક કરો, આ પણ કેન્સરનું લક્ષણ હોય શકે છે.