નવી દિલ્હી: આજે વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) છે. દુનિયાભરમાં દર વર્ષે કેન્સરના કારણે અંદાજે 96 લાખ લોકોના મોત નિપજે છે. સામાન્ય ધારણા એવી છે કે કેન્સર એકમાંથી બીજામાં ફેલાય છે. કેન્સર ફેલાવવાને લઈને લોકોમાં અનેક ગેરસમજો પ્રવર્તી રહી છે. પરંતુ આજના દોરમાં કેન્સરની જાણકારી જ તેનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય બની શકે છે. દેશના મોટા ડોક્ટરોનું કહેવું છે કે બસ થોડી સમજદારી અને થોડા સુરક્ષા માટેના પગલા તમને જીવલેણ કેન્સરથી બચાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્મશિલા નારાયણ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ઓન્કો સર્જન ડો.અંશુમન કુમારનું કહેવું છે કે કેન્સર જેનેટિક હોતુ નથી. સામાન્ય રીતે લોકો માને છે કે પરિવારમાં એક પણ વ્યક્તિને કેન્સર થયું તો અન્ય સભ્યોને પણ થઈ શકે છે. પરંતુ અસલમાં તો માત્ર 5-15 ટકા કેન્સરના મામલા જ જેનેટિક કારણોથી હોય છે. જો પરિવારમાં બધા જ સભ્યો એક જ પ્રકારની જીવનશૈલી અને ખાણીપીણીને ફોલો કરે છે તો બધાને એક જ પ્રકારનું કેન્સર થવાની શક્યતા રહેલી છે. 


ફાસ્ટફૂડ છે કેન્સરની જડ
ડો.અંશુમને જણાવ્યું કે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનું મુખ્ય કારણ ફાસ્ટ ફૂડ, તળેલુ ભોજન અને ફેટી ફૂડનું સેવન છે. આ પ્રકારનું ભોજન બાળકોમાં પણ કેન્સરની સંભાવના વધારે છે. તમને તેને જેનેટિક કેન્સર કહી શકો નહીં. કારણ કે આ સંક્રમણ ખોટી ખાણીપાણીના કારણે ઉછરે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube