World Consumer Rights Day 2023: જાણો કયા હેતુથી ઉજવવામાં આવે છે `વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ`?
World Consumer Rights Day 2023: 15 માર્ચને દર વર્ષે ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ ગ્રાહકોના અધિકાર અને તેમની જરુરિયાતો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ દિવસે ગ્રાહકોને પોતાના અધિકારો પ્રત્યે સજાગ રહવા માટે આહ્વાન કરવામાં આવે છે. આવો જાણીએ એક ગ્રાહક પાસે કયા કયા અધિકારો હોય છે.
World Consumer Rights Day 2023: 15 માર્ચે વિશ્વભરમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. જેનો હેતુ ગ્રાહકને તેમના અધિકારો વિશે જણાવવાનો છે. ઉપભોક્તા હોવાના નાતે આપણને બધાને અમુક અધિકારો મળ્યા છે, પરંતુ ઘણા લોકોને તેની જાણ નથી. આ દિવસે વિવિધ ઝુંબેશ ચલાવવામાં આવે છે અને તેના દ્વારા ગ્રાહકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ દિવસની ઉજવણી કેવી રીતે અને ક્યારે શરૂ થઈ તેમજ આ વર્ષની થીમ વિશે.
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનો ઇતિહાસ
'વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ' ઉજવવાનો વિચાર રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડી દ્વારા આપવામાં આવ્યો હતો. 15 માર્ચ, 1962ના રોજ, પ્રમુખ જ્હોન એફ. કેનેડીએ યુએસ કોંગ્રેસના સત્તાવાર સંબોધનમાં ઉપભોક્તા અધિકારોનો મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો. ઉપભોક્તા અધિકારોની વાત કરનાર તેઓ વિશ્વના પ્રથમ નેતા હતા. 15 માર્ચ 1983ના રોજ પ્રથમ વખત ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનો હેતુ
આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે. ગ્રાહકોને સંગ્રહખોરી, કાળાબજાર, બજારમાં ભેળસેળયુક્ત માલસામાનનું વિતરણ, નિયત કિંમત કરતાં વધુ કિંમત વસૂલવી, છેતરપિંડી, માપણીમાં ગેરરીતિ, ગેરંટી બાદ પણ સેવા ન આપવી, ઉપરાંત ગ્રાહકો સામેના ગુનાઓને ધ્યાનમાં રાખીને જાગૃત કરવામા આવે છે. આ દિવસે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની થીમ
દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષ એટલે કે 2023 ની થીમ "સ્વચ્છ ઉર્જાની ઝડપે ગ્રાહકોને સશક્ત બનાવવા" છે. વર્ષ 2022 માં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની થીમ "ફેર ડિજિટલ ફાઇનાન્સ" હતી. વર્ષ 2021 માં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની થીમ "પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવો" હતી.
આ પણ વાંચો:
VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
ભાભી કહીને યુવકે ચાર બાળકોની માતાનું અપહરણ કર્યું, પતિએ કરી અજબ ગજબની ફરિયાદ
રાશિફળ 15 માર્ચ: આ જાતકોને આજે મોટા આર્થિક લાભની પ્રબળ સંભાવના, બિઝનેસમાં પ્રગતિ થશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube