World Diabetes Day 2019 : કોને રહે છે ડાયાબિટિસ થવાનું સૌથી વધુ જોખમ?
ઈન્ટરનેશનલ ડાયાબિટિસ ફેડરેશનના(International Diabetes Federation) અનુસાર આજે દુનિયામાં લગભગ 425 મિલિયન કરતાં પણ વધુ લોકો ડાયાબિટિસથી પીડિત છે. ભારતમાં આ બિમારીથી પીડિત દર્દીઓની સંખ્યા 2025માં 13.5 કરોડ થઈ જશે.
નવી દિલ્હીઃ સમગ્ર દુનિયામાં 14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટિસ ડે(World Diabetes Day) મનાવાય છે. આ દિવસ મનાવવાની સૌથી પહેલા શરૂઆત ઈન્ટરનેશનલ ડાયાબિટિસ ફેડરેશન (IDF) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization-WHO) દ્વારા 1991માં કરાઈ હતી. આ દિવસ ડો. ફ્રેડરિક ગ્રાન્ટ બેન્ટિંગ (Dr. Fredric Grant Benting)ના જન્મદિવસે મનાવાય છે. ફ્રેડરિક બેન્ટિંગે ચાર્લ્સ બેસ્ટની સાથે લગભગ 100 વર્ષ અગાઉ ઈન્સ્યુલિનની(Insulin) શોધ કરી હતી.
ઈન્ટરનેશનલ ડાયાબિટિસ ફેડરેશનના(International Diabetes Federation) અનુસાર આજે દુનિયામાં લગભગ 425 મિલિયન કરતાં પણ વધુ લોકો ડાયાબિટિસથી પીડિત છે. ભારતમાં આ બિમારીથી પીડિત દર્દીઓની સંખ્યા 2025માં 13.5 કરોડ થઈ જશે.
ભારતમાં ડાયાબિટિસના દર્દીની સંખ્યા
ઈન્ડિયન કાઉ્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ઈન્સ્ટીટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના નવેમ્બર, 2017ના એક રિપોર્ટ અનુસાર છેલ્લા 25 વર્ષમાં ભારતમાં ડાયાબિટિસના કેસમાં 64 ટકાનો વધારો થયો છે. વર્ષ 2017માં ભારતમાં વિશ્વના કુલ ડાયાબિટિસના દર્દીઓની સંખ્યાનો 49 ટકા હિસ્સો ભારતમાં હતો અને 2025માં આ આંકડો 13.5 કરોડ સુધી પહોંચી જશે.
ડોક્ટરના વેઈટિંગ રૂમની લાઈનમાં ન ઉભા રહેવું હોય તો ખાસ અજમાવો શિયાળાની આ ટિપ્સ
ડાયાબિટિસ એક એવી બિમારી છે જેનાથી પીડિત વ્યક્તિએ પોતાની તબિયતનું ધ્યાન રાખવું પડે છે. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વધુ ઊંચાઈ ધરાવતા એટલે કે લાંબા પુરુષોમાં 41 ટકા અને મહિલાઓમાં 33 ટકા ડાયાબિટિશ થવાનું જોખમ ઓછું રહે છે. સંશોધન અનુસાર ઠીંગણી વ્યક્તિઓમાં ડાયાબિટિસનું જોખમ વધુ રહે છે. આ સંશોધન અનુસાર ઠીંગણી વ્યક્તિઓમાં લિવર ફેટનું પ્રમાણ સૌથી વધુ હોય છે, જેના કારણે તેમને ટાઈપ-2 પ્રકારનો ડાયાબિટિસ થવાનું જોખમ વધી જાય છે.
આ સંશોધનમાં એવું પણ જણાવાયું છે કે, લાંબા લોકોમાં ઈન્સ્યુલિન સેન્સિટિવિટી અને હોર્મોનનો સ્ત્રાવ કરતી અગ્નાશયની વિશેષ કોશિકાઓ સારું કામ કરે છે. ડાયાબિટિસ પર કરાયેલું આ સંશોધન 'ડાયાબિટોલોજિયા' જર્નલમાં પ્રકાશિત કરાયું છે. આ સંશોધનમાં ભાગ લેનારા 16,600 મહિલાઓ અને 11,000 પુરુષોની વય 40થી 65 વર્ષ વચ્ચેની હતી.
પોર્ન જોવામાં પુરૂષો કરતાં પાછળ નથી ભારતીય મહિલાઓ, સામે આવી હકિકત
ડાયાબિટિસના લક્ષણ
- વજન વધુ હોવાના કારણે ડાયાબિટિસ થવાનું જોખમ વધી જાય છે.
- હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોવાના કારણે પણ વ્યક્તિને આ બિમારી થઈ શકે છે.
- શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી પણ ડાયાબિટિસનું જોખમ રહે છે.
- ગર્ભાવસ્થાના સમયમાં ડાયાબિટિસ થાય તો ભવિષ્યમાં બાળકોને પણ ડાયાબિટિસ થવાનું જોખમ હોય છે.
- હૃદયરોગ હોય કે 40 વર્ષથી વધુની ઉંમર હોય અને લાઈફસ્ટાઈલ સારી ન હોય તો પણ ડાયાબિટિસનું જોખમ રહે છે.
‘હું ચા નથી પીતી’ એવું કહેનારાઓને ખાસ વાંચીને સંભળાવો આ સમાચાર
ડાયાબિટિસથી બચવાના ઉપાય
- નશો કરવાથી બચવું, સિગારેટ-દારૂની ટેવ કેન્સર, ડાયાબિટિસ અને હૃદય સંબંધિત બિમારીઓને જન્મ આપી શકે છે.
- મેદસ્વીતા પણ ડાયાબિટિસનું જોખમ વધારે છે. તેનાથી બચવા માટે આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ ખાવી જોઈએ.
- આખો દિવસ આરામ કરવાથી અને બિનઆરોગ્યપ્રદ ભોજન લેવાથી પણ ડાયાબિટિસનું જોખમ રહે છે, આથી તેને ટાળવું જોઈએ.
- દરરોજ કસરત કરવાથી પણ ડાયાબિટિસથી બચી શકાય છે.
અંતરંગ પળો માણવી એ માત્ર મજા નથી...શરીરને થાય છે આ 5 જબરદસ્ત ફાયદા
જુઓ LIVE TV...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube