World Heart Day 2021: આ 10 કારણોથી અચાનક આવે છે હાર્ટ એટેક, કોફી-સેક્સથી ખાસ આ રીતે રહો સાવધાન
ધુમ્રપાન, હાઈફેટ ડાયટ, હાઈ કોલોસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર કે મોટાપાને હાર્ટ એટેક માટે સૌથી વધુ જવાબદાર પરિબળો માનવામાં આવે છે. પરંતુ અનેક એવા કારણો છે જે હાર્ટ એટેકને ટ્રિગર કરી શકે છે જેના પર માણસોનું ધ્યાન જતું નથી.
હ્રદયની માંસપેશીઓ સુધી થનારા લોહીના સપ્લાયના ખોરવાઈ જવાથી મોટાભાગે માણસને હાર્ટ એટેક આવે છે. ધુમ્રપાન, હાઈફેટ ડાયટ, હાઈ કોલોસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર કે મોટાપાને હાર્ટ એટેક માટે સૌથી વધુ જવાબદાર પરિબળો માનવામાં આવે છે. પરંતુ અનેક એવા કારણો છે જે હાર્ટ એટેકને ટ્રિગર કરી શકે છે જેના પર માણસોનું ધ્યાન જતું નથી. વર્લ્ડ હાર્ટ ડે ના અવસરે તમને એવા 10 કારણો વિશે જણાવીએ છીએ.
અપૂરતી ઊંઘ
જો થાક બાદ તમે રોજ પૂરતી ઊંઘ ન લો તો હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. એક સ્ટડી મુજબ રાતે 6 કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકોમાં હાર્ટ એટેકનું જોખમ 6-8 કલાકની ઊંઘ લેનારા લોકોની સરખામણીમાં બમણું હોય છે. ઓછું સૂવાથી બ્લડ પ્રેશર અને ઈન્ફ્લેમેશનની મુશ્કેલી વધી છે.
માઈગ્રેન
માઈગ્રેનની સમસ્યા હોય તો સ્ટ્રોક, છાતીમાં દુખાવા, અને હાર્ટ એટેકની સંભાવના વધુ રહે છે. જો કોઈને હ્રદયની બીમારી અને માઈગ્રેન બંને સમસ્યા હોય તો તેણે માઈગ્રેનમાં લેવાથી દવા ટ્રિપટેન ન લેવી જોઈએ. કારણ કે તે રક્તવાહિનીઓને સંકુચિત કરે છે. જો કે તમારા ડોક્ટરની સલાહથી જ કોઈ કામ કરવું.
ઠંડુ વાતાવરણ
ઠંડા વાતાવરણમાં રહેવાના કારણે આપણી ધમનીઓ પાતળી થઈ જાય છે અને આ કારણે વાહિનીઓથી હ્રદય સુધી થનારા બ્લડ સપ્લાયમાં અડચણો પેદા થાય છે. આથી આવા વાતાવરણમાં હ્રદયની માસપેશીઓને ગરમ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી ખુબ જરૂરી છે.
વધુ ખોરાક લેવો
એકજ વારમાં વધુ પડતો ખોરાક લેવાથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન નોરએપિનેફ્રીન રિલીઝ થાય છે. જે બ્લ્ડ પ્રેશર અને હાર્ટ રેટને વધારીને હાર્ટ એટેકને ટ્રિગર કરવાનું કામ કરે છે. બીજુ, વધુ પડતા ફેટવાળા ભોજનથી પણ લોહીમાં ફેટની માત્રા અચાનક વધી જાય છે. જે અસ્થાયી રીતે રક્ત વાહિનીઓને ડેમેજ કરી શકે છે.
સ્ટ્રોંગ ઈમોશન
ગુસ્સો, શોક અને તણાવ જેવા ભાવ પણ હાર્ટ સાથે જોડાયેલી મુશ્કેલીઓને ટ્રિગર કરવા માટે જાણીતા છે. વધુ પડતી ખુશી પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આથી દુખ કે ખુશીના ભાવ પોતાના પર વધુ હાવી થવા દેવા જોઈએ નહીં.
એક્સર્સાઈઝ
વર્કઆઉટ કરવું એ આપણા હ્રદયના સ્વાસ્થ્ય માટે ખુબ સારું ગણાય છે. પરંતુ વધુ પડતી કસરત કરવાથી પણ હાર્ટ એટેક આવી શકે છે. તજજ્ઞો કહે છે કે લગભગ 6 ટકા હાર્ટ એટેક એક્સ્ટ્રીમ લેવલના ફિઝિકલ એફર્ટના કારણે આવે છે.
સેક્સ
કોઈ વર્કઆઉટની જેમ સેક્સ્યુઅલ એક્ટિવિટી પણ હાર્ટ એટેકના જોખમને વધારી શકે છે. મોટાભાગના લોકો માટે સેક્સ મહત્વપૂર્ણ અને સ્વાસ્થ્યપ્રદ હોવું જોઈએ. જે જીવનનો એક હિસ્સો છે. પરંતુ જો તમને હ્રદય સંબંધિત કોઈ સમસ્યા હોય તો એકવાર ડોક્ટર સાથે આ અંગે જરૂર ચર્ચા વિચારણા કરવી જોઈએ.
કોલ્ડ ફ્લૂ- 2018ના એક સ્ટડી મુજબ ફ્લૂ થયાના એક અઠવાડિયા બાદ લોકોમાં હાર્ટ એટેકની સંભાવના છ ગણી વધી જાય છે. તેનું યોગ્ય કારણ હજુ જોકે જાણી શકાયું નથી. પરંતુ એક્સપર્ટનું કહેવું છે કે ઈન્ફેક્શન સામે લડવા દરમિયાન લોહી ચિકણું થઈ જાય છે અને તેનું ક્લોટિંગ થવા લાગે છે. જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે.
કોફી-
આલ્કોહોલની જેમ કોફીના પણ ફાયદા અને નુકસાન છે. તેમાં રહેલું કેફીન ઓછા સમય માટે તમારું બ્લડ પ્રેશર વધારી દે છે. જેના કારણે માણસને હાર્ટ એટેક આવી શકે છે. એક્સપર્ટ કહે છે કે દિવસમાં બે કે ત્રણ કપ કોફી પીનારા લોકોને જો કે કોઈ જોખમ નથી.
સવારે બેડમાંથી ઉઠવું
કોઈ માણસને સવારના સમયે હાર્ટ એટેક આવવો ખુબ સામાન્ય છે. હકીકતમાં આપણું દિમાગ શરીરને હોર્મોનથી ભરી દે છે જેનાથી આપણને જાગવવામાં મદદ મળે છે. આ જ કારણે હાર્ટ પર વધારાનો તણાવ વધે છે. લાંબી ઊંઘ બાદ તમે ડિહાઈડ્રેટેડ પણ થઈ શકો છો. જેનાથી હ્રદયને વધુ મહેનત કરવી પડી શકે છે.
(ખાસ નોંધ: કોઈ પણ વસ્તુ અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ ખાસ લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube