નવી દિલ્લી: ભારત સહિત અનેક વિકસિત અને વિકાસશીલ દેશોમાં ખોરાકનો બગાડ મોટી સમસ્યા છે. આ મામલામાં ચીન પછી ભારત બીજો એવો દેશ છે જ્યાં ખોરાકનો સૌથી વધારે બગાડ થાય છે. આ તે સમયમાં થઈ રહ્યું છે જ્યાં દુનિયામાં લગભગ 83 કરોડ લોકો ભૂખ્યા સૂઈ જાય છે. ખોરાકનો બગાડ અને અછત વિશે જાગૃતતા ફેલાવવા માટે 29 સપ્ટેમ્બરે દર વર્ષે આંતરરાષ્ટ્રીય દિવસ 2022 ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને ખોરાક-પાણીના બગાડને રોકવા માટે જાગૃત કરવામાં આવે છે.ભોજનના નુકસાન અને બગાડને રોકવા માટે આપણે તેના પ્રભાવ વિશે વધારે જાગૃત અને જરૂરી પગલાં ઉઠાવવાની જરૂરિયાત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોરાકના બગાડ અંગે ચોંકાવનારા આંકડા:
દુનિયાના 10 ટકા લોકો એટલે લગભગ 83 કરોડ લોકો ભૂખ્યા સૂઈજાય છે.
દુનિયાભરમાં દર વર્ષે લગભગ 250 કરોટ ટન ખોરાકનો બગાડ થાય છે.
નેશનલ હેલ્થ સર્વેના મતે ભારતમાં દરરોજ 19 કરોડ લોકો ભૂખ્યા સૂવે છે.
ભારતમાં ખોરાકના ઉત્પાદનના 40 ટકા ભાગનો બગાડ થાય છે.
ભારતમાં વાર્ષિક 92,000 કરોડ રૂપિયાનું ખાવાનું બગડે છે.
116 દેશોમાં હંગર ઈન્ડેક્સ સર્વે 2021માં ભારતનું સ્થાન 101મું છે.
UNEPના રિપોર્ટ પ્રમાણે કોરોનાકાળ પહેલાં 93 કરોડ ટન ખોરાક એટલે 17 ટકા ખોરાક ખરાબ થતો હતો. તેમાં 63 ટકા ખોરાક સામાન્ય ઘરમાંથી, 23 ટકા ખોરાક રેસ્ટોરાં અને 13 ટકા ખોરાક રિટેઈલ ચેનમાં ખરાબ થઈ ગયો હતો.


ખોરાક બગાડની યાદીમાં બીજા નંબરે ભારત:
UNEPના રિપોર્ટ પ્રમાણે આ યાદીમાં પહેલા નંબરે ચીન છે. જ્યાં દર વર્ષે 9.6 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. જ્યારે ભારતમાં વાર્ષિક 6.87 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. તેના પછી અમેરિકામાં 1.93 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે.જો પ્રતિ વ્યક્તિ ખોરાક બગાડની વાત કરીએ તો આ મામલામાં ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે છે. જ્યાં એક વ્યક્તિ વર્ષમાં 102 કિલો ખોરાકનો બગાડ કરે છે. આ પ્રમાણે ફ્રાંસમાં 85 કિલોગ્રામ, સ્પેનમાં 77 કિલોગ્રામ અને યૂકેમાં 77 કિલોગ્રામ ખોરાકનો બગાડ થાય છે.


ખોરાકના બગાડનું મુખ્ય કારણ શું છે:
સામાન્ય રીતે મોટા દેશોમાં મોટાભાગે ખોરાક ખેતર અને બજારની વચ્ચે હોય છે. જેના  અનેક કારણ છે. તેમાંથી કેટલાંક પ્રકાર છે. ભોજનનું ખરાબ થઈ જવું, ભંડારણ અને સંચાલન. ખરાબ પોષણ, અપૂરતી આધારભૂત સંચરના, ખોટું લેબલિંગ અને અસ્થિર કૃષિ પદ્ધતિઓ. ઘરમાં ખોરાકના બગાડની સાથે વધારે ખરીદદારી અને તેની દેખરેખમાં બેદરકારી જવાબદાર છે. જેનાથી તે ખરાબ થાય છે. અને સીધું કચરામાં ચાલ્યું જાય છે.


ખોરાકના બગાડને રોકવાના ઉપાય:
1. આપણે સંસાધનોના સંરક્ષણ, આપણા કાર્બન પદચિન્હને ઓછું કરવા અને આપણા સાર્વજનિક સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં મદદ મળે છે.
2. પેકેજિંગ પર વધારે ધ્યાન આપવું પડશે.
3. જરૂરિયાતના હિસાબથી હોલસેલમાં ખરીદદારી કરવી જોઈએ.
4. રિસાઈકલિંગ અને રી-યૂઝનો યોગ્ય પ્રકાર હોવો જોઈએ.
5. વેસ્ટ ફૂડનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરી શકાય છે.
6. ખોરાકને સારી રીતે સ્ટોર કરીને રાખો.
7. ફેંકવામાં આવતા ખોરાકના પ્રમાણને ઓછું કરીને ભોજનના બગાડને ઓછો કરી શકાય છે.
8. પ્લેટમાં એઠું ખાવાનું છોડી દો
9. બીજાને ખોરાકનું નુકસાન કરતાં અટકાવો
10. પ્રસંગમાં ભોજન વધે તો તેને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરો.