PM મોદીના યુક્રેન પ્રવાસ પર દુનિયાની નજર, રશિયા-યુક્રેન યુદ્ધનું નીકળશે સમાધાન!
PM Modi Ukraine Tour: પીએમ મોદીનો આ પ્રવાસ કેમ મહત્વનો છે? અને કેમ પીએમ મોદી યુદ્ધગ્રસ્ત દશમાં આ પ્રવાસ કરી રહ્યા છે તેના પર આખી દુનિયાની નજર છે...
- ભારતના પ્રધાનમંત્રી મોદી યુક્રેનના પ્રવાસે
- 23 ઓગસ્ટે યુક્રેન પહોંચશે PM મોદી
- ભારતના પ્રધાનમંત્રીની પહેલી યુક્રેન યાત્રા
- રશિયા-યુક્રેન યુદ્ધનું નીકળશે સમાધાન!
- PM મોદીના યુક્રેન પ્રવાસ પર દુનિયાની નજર
- યુદ્ધનું શાંતિપૂર્ણ સમાધાન નીકળે: PM મોદી
PM Modi Ukraine Tour: પ્રધાનમંત્રી મોદી પોલેન્ડ અને યુક્રેનના પ્રવાસે જવા માટે નવી દિલ્લીથી રવાના થયા. જ્યાં તે પહેલાં પોલેન્ડમાં 2 દિવસ રોકાશે. તેના પછી 23 ઓગસ્ટે યુક્રેનના પ્રવાસે જશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ પ્રધાનમંત્રી યૂક્રેનના પ્રવાસે જશે.... યુક્રેનના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે 4 વર્ષમાં ચોથી વખત મુલાકાત થશે. ત્યારે આ મુલાકાત કેમ ખાસ છે? જાણો વિગતવાર આ અહેવાલમાં...
- યુક્રેનના પહેલા સત્તાવાર પ્રવાસે PM મોદી
- ઝેલેન્સ્કી સાથે 4 વર્ષમાં થશે ચોથી મુલાકાત
- તણાવની વચ્ચે PM મોદીના પ્રવાસ પર દુનિયાની નજર
ભારતના પ્રધાનમંત્રી મોદીની યુક્રેન મુલાકાત એટલા માટે મહત્વની બની રહેશે... કેમ કે ગયા મહિને પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી... અને તેના બીજા મહિને યુક્રેન જઈ રહ્યા છે... જ્યાં તે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે... જેમાં પણ તે યુદ્ધને મેદાનમાં નહીં પરંતુ વાતચીત કરીને સમાધાન કરવા સમજાવી શકે છે...20 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન યુદ્ધને 3 વર્ષ પૂરા થઈ જશે... આટલો સમય થયો હોવા છતાં બંને દેશો હજુ સુધી વાત-ચીત માટે તૈયાર થયા નથી... હાલમાં પણ બંને દેશો વચ્ચે તણાવ ઘટવાની જગ્યાએ વધતો જઈ રહ્યો છે...
23 ઓગસ્ટે પીએમ મોદી ચોથીવખત યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે... તેની પહેલાં બંને નેતા 3 વખત મુલાકાત કરી ચૂક્યા છે... તેના પર નજર કરીએ તો...
- પહેલીવાર બંને નેતા COP 2021 દરમિયાન ગ્લાસગોમાં મળ્યા હતા...
- ત્યારબાદ બીજીવાર 20 મે 2023માં G7 સમિટ હિરોશીમામાં મળ્યા....
- 14 જૂન 2024ના રોજ ઈટલીમાં યોજાયેલી G7 સમિટમાં ત્રીજીવાર મળ્યા હતા...
અન્ય વૈશ્વિક મંચ પર તો બંને દેશના રાષ્ટ્રાધ્યક્ષો મળ્યા છે... પરંતુ પીએમ મોદી પહેલીવાર ઝેલેન્સ્કીના આમંત્રણ પર યુક્રેન પહોંચી રહ્યા છે....પીએમ મોદીનો આ પ્રવાસ કેમ મહત્વનો છે? અને કેમ પીએમ મોદી યુદ્ધગ્રસ્ત દશમાં આ પ્રવાસ કરી રહ્યા છે તેના પર આખી દુનિયાની નજર છે...
- રશિયા અને યુક્રેન યુદ્ધમાં ઝડપથી થઈ રહ્યો છે આ પ્રવાસ
- ગયા મહિને મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી
- યુક્રેનને યુદ્ધ વિરામમાં મદદની આશા
- 23 ઓગસ્ટે યુક્રેનનો ફ્લેગ ડે
PM મોદીએ ગયા મહિને રશિયાની મુલાકાત દરમિયાન મિત્ર પુતિનને ભેટી પડ્યા હતા... અને બેઠક દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે બોમ્બ, બંદૂક અને ગોળી વચ્ચે શાંતિ શક્ય નથી... ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે પણ આ મુદ્દે સ્પષ્ટતાથી વાત કરશે... આશા રાખીએ કે પીએમ મોદી અને ઝેલેન્સ્કીની મુલાકાત સફળ નીવડે અને રશિયા-યુક્રેન યુદ્ધના સમાધાનનો માર્ગ નીકળે....