Covid-19: વિશ્વના સૌથી ઊંચા ગામમાં 100% લોકોને લાગી Corona Vaccine, આ રીતે સફળ થયું અભિયાન
100% Vaccination in Komic Village: જિલ્લાના એડીએમ જ્ઞાન સાગર નેગીએ જણાવ્યુ કે, સ્પીતિ બરફ વર્ષાને કારણે મહિનાઓ સુધી અન્ય વિસ્તારથી કપાયને રહે છે. જિલ્લા તંત્ર અને સ્વાસ્થ્ય વિભાગની પાસે આ અભિયાનને સફળ બનાવવું મુશ્કેલ હતું.
નવી દિલ્હીઃ વર્ષમાં આશરે 6 મહિના બરફથી ઢંકાયેલા રહેતા હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) લાહૌલ સ્પીતિ (Lahual Spiti) જિલ્લાના એક ગામો નવો રેકોર્ડ બનાવ્યો છે. દુનિયાના સૌથી ઉંચા મોટરેબલ ગામ કોમિક (Komic) માં કોરોના રસીકરણનું કામ 100 ટકા થઈ ચુક્યું છે. લાંગચા પંચાયત હેઠળ 4587 મીટરની ઊંચાઈ પર સ્થિત આ ગામે શાનદાર સિદ્ધિ મેળવી છે.
આ ગામમાં સ્વાસ્થ્ય વિભાગની ટીમમાં કુલવંત સિંહ, આશા વર્કર પદમાએ રસીકરણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે દેશના કેટલાક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વેક્સિનને લઈને ફેલાયેલી અફવાઓ વચ્ચે લોકોએ વેક્સિન લેવાથી ઇનકાર કરી દીધો હતો પરંતુ આ અંતરિયાળ ગામે ઈતિહાસ રચી દીધો છે.
ઈન્ટરનેટ નથી છતાં આટલી જાગરૂતતા
આ ગ્રામીણ વિસ્તારની 13માંથી 10 પંચાયતોમાં ઈન્ટરનેટ નથી છતાં અહીંના લોકો અન્ય ભણેલા અને સમજદાર લોકોથી વધુ જાગરૂત છે. આ જિલ્લાના કાજા ખંડમાં 45થી વધુ ઉંમરના અને 60થી વધુ ઉંમરના બધા નાગરિકો કોરોના વેક્સિન લઈ ચુક્યા છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રથમ અને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. તો 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને હજુ પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જલદી તેને બીજો ડોઝ આપી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ ભારતને મેના અંત સુધી મળશે Sputnik V ના 30 લાખ ડોઝ, ઓગસ્ટથી દેશમાં શરૂ થશે પ્રોડક્શન
આ પડકાર વચ્ચે પૂરુ થયું અભિયાન
જિલ્લાના એડીએમ જ્ઞાન સાગર નેગીએ જણાવ્યુ કે, સ્પીતિ બરફ વર્ષાને કારણે મહિનાઓ સુધી અન્ય વિસ્તારથી કપાયને રહે છે. જિલ્લા તંત્ર અને સ્વાસ્થ્ય વિભાગની પાસે આ અભિયાનને સફળ બનાવવું મુશ્કેલ હતું. ઘણા પડકાર વચ્ચે સ્પીતિમાં 18 જાન્યુઆરીએ જ્યારે અભિયાન શરૂ કરવામાં આવ્યું તો તંત્રએ ગામ-ગામ જઈને લોકોને વેક્સિન લેવા માટે જાગરૂત કર્યા. ગવે દેશમાં આ કીર્તિમાન બન્યા બાદ ત્યાં જલદી 18થી 44 વર્ષની ઉંમરના લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube