નવી દિલ્હીઃ હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ-2019 દ્વારા વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરવામાં આવી છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં જાપાન અને સિંગાપોરે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે UAEએ લાંબો કૂદકો મારીને 62મા સ્થાનથી સીધું જ ટોપ-20માં સ્થાન મેળવી લીધું છે, 199 દેશના પાસપોર્ટ રેન્કિંગમાં અફઘાનિસ્તાન સૌથી અંતિમ સ્થાને છે. ભારતે આ સૂચકાંકમાં 86મું સ્થાન મેળવ્યું છે અને તેના પાસપોર્ટનો સ્કોર 58 આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેનલી પાસપોર્ટ સૂચકાંકમાં વિશ્વના 199 પાસપોર્ટ અને 227 પ્રવાસન સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અત્યંત નાના-નાના રાજ્યો અને પ્રદેશોને પણ સામેલ કરવામાં આવ્યા છે. 'ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)' પાસેથી મળેલા ડાટાનું વિશ્લેષણ કરીને આ સૂચકાંક તૈયાર કરવામાં આવે છે. 


જાપાન-સિંગાપોર ટોચના સ્થાને
જાપાન અને સિંગાપોરના પાસપોર્ટ પર તમે વિશ્વના 189 સ્થળોની વગર વિઝાએ યાત્રા કરી શકો છો. એટલે કે, જાપાન અને સિંગાપોરના પાસપોર્ટ ધારકોને આ સ્થળોએ પહોંચતાની સાથે જ 'વિઝા ઓન એરાઈવલ' આપી દેવામાં આવશે. ફિનલેન્ડ, જર્મની અને દક્ષિણ કોરિયા સંયુક્ત રીતે બીજા સ્થાને છે અને તેમના પાસપોર્ટ પર તમે 187 સ્થળોની વગર વિઝાએ યાત્રા કરી શકો છો. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ત્રીજા સ્થાને ડેનમાર્ક, ઈટાલી અને લક્ઝમબર્ગના પાસપોર્ટ છે અને આ પાસપોર્ટ પર 186 સ્થળોની વગર વિઝાએ મુલાકાત લઈ શકાય છે. 


ભારત 86મા ક્રમે 
ભારતે આ સૂચકાંકમાં 86મું સ્થાન મેળવ્યું છે અને તેના પાસપોર્ટનો સ્કોર 58 આવ્યો છે. એટલે કે, ભારતના પાસપોર્ટ પર તમે 58 દેશની અગાઉથી વિઝા લીધા વગર યાત્રા કરી શકો છો. ભારતનો ક્રમ 86મો છે અને તેની સાથે મોરિશિયા, સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપ દેશ છે. આ વર્ષની શરૂઆતમાં ભારત 79મા સ્થાને હતું અને ભારતના પાસપોર્ટ પર 61 દેશમાં વગર વિઝાએ જવાની અનુમતિ હતી. 


આ વખતે થયા મોટા ફેરફાર 
આ વખતે ટોપ-20 દેશમાં સામેલ થઈને UAEએ મોટો કૂદકો માર્યો છે. વર્ષ 2006માં યુએઈ 62મા સ્થાને હતું. યુએઈએ આ વખતના સૂચકાંકમાં 20મું સ્થાન હાંસલ કર્યું છે અને તેની સાથે ક્રોએશિયા અને સેન મારિનો દેશ છે. આ દેશોના પાસપોર્ટ પર 167 દેશની યાત્રા કરી શકાય છે. દક્ષિણ કોરિયા અને જર્મની પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને આવી ગયા છે.  


વિશ્વના ટોપ-10 સૌથી શક્તિશાળી પાસપોર્ટ
1. જાપાન, સિંગાપોર (189 દેશ)
2. ફિનલેન્ડ, જર્મની, દક્ષિણ કોરિયા (187 દેશ)
3. ડેનમાર્ક, ઈટાલી, લક્ઝમબર્ગ (186 દેશ)
4. ફ્રાન્સ, સ્પેન, સ્વીડન (185 દેશ)
5. ઓસ્ટ્રીયા, નેધરલેન્ડ્સ, પોર્ટૂગલ, સ્વિટ્ઝરલેન્ડ (184 દેશ)
6. બેલ્જિયમ, કેનેડા, ગ્રીસ, આયર્લેન્ડ, નોર્વે, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ (183 દેશ)
7. માલ્ટા (182 દેશ)
8. ચેઝ રિપબ્લિક (181 દેશ)
9. ઓસ્ટ્રેલિયા, આઈસલેન્ડ, લિથુઆનિયા, ન્યૂઝીલેન્ડ, (180 દેશ)
10. લાટિવિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા (179 દેશ)


વિશ્વના અંતિમ-5 સૌથી નબળા પાસપોર્ટ 
1. સોમાલિયા (ક્રમ-105, દેશ-31)
2. પાકિસ્તાન (ક્રમ-106, દેશ-30)
3. સિરીયા (ક્રમ-107, દેશ-29)
4. ઈરાક (ક્રમ-108, દેશ-27)
5. અફઘાનિસ્તાન (ક્રમ-109, દેશ-25)


[[{"fid":"223613","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ભારતના પાસપોર્ટ પર કયા 58 દેશની યાત્રા કરી શકાય? 
થાઈલેન્ડ, મોરેશિયસ, ઈક્વાડોર, બ્રિજિશ વર્ઝિન આઈલેન્ડ્સ, કૂક આઈલેન્ડ્સ, ભૂટાન, સેશેલ્સ, ડોમિનિકા, હૈતી, અલસલ્વાડોર, કંબોડિયા, ટોગો, બોલિવિયા, સેન્ટ લુસિયા, ફિજી, માલદીવ, કેન્યા, ગુયાના, જમૈકા, માઈક્રોનેસિયા, મકાઉ, તાન્ઝાનિયા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, ઈન્ડોનેશિયા, ઈથોપિયા, સેન્ટ વિન્સેન્ટ, સામોઆ, ઈરાક, મડાગાસ્કર, ગ્રેનાડા, તુવાલુ, નેપાળ, મોઝામ્બિક, ટ્રિનદાદ એન્ડ ટોબેગો, નિયુ, લાઓસ, યુગાન્ડા, મોન્સેરત, પલાઉ, જોર્ડન, ગિનિયા બિસાઉ, નિકારાગુઆ, તિમોર લેસે, કેપ વર્ડે, ટકર્સ એન્ડ કૈકસ, કોમોરસ આઈલેન્ડ્સ, ઝિમ્બાબ્વે, સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપ, રવાન્ડા, મલેશિયા, જ્યોર્જિયા, ગેબન, એન્ટીગુઆ એન્ડ બારબુડા, કોટ ડી આઈવર, બહેરીન, મ્યાનમાર, તાજિકિસ્તાન. 


પડોશી દેશની સ્થિતિ
પડોશી દેશ પાકિસ્તાનનું રેન્કિંગ 106 છે. ભારત તેનાથી 20 રેન્ક આગળ છે. પાકિસ્તાનના પાસપોર્ટ પર માત્ર 30 દેશની જ યાત્રા કરી શકાય છે. અફઘાનિસ્તાન આ યાદીમાં સૌથી તળિયે રહ્યું છે. અફઘાનિસ્તાનના નાગરિકો માત્ર 25 દેશોની જ વગર વિઝાએ યાત્રા કરી શકે છે. પડોશી દેશ નેપાળ 102મા ક્રમે અને શ્રીલંકા 99મા ક્રમે છે. 


જૂઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....