ધાર્મિક ગ્રંથોના અનુસાર કેળાના ઝાડને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. અને સપ્તાહમાં એક દિવસ એટલે ગુરુવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ.  કેળાના ઝાડની પૂજા કરવાથી આર્થિક પરેશાનીઓ થશે દૂર. વાસ્તુશાસ્ત્રના મુજબ જો તમારા ઘર પાસે  કેળાનું ઝાડ હશે તો જીવનની અનેક સમસ્યાઓની નિવારણ આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૈસા સંબંધિત સમસ્યાઓથી દૂર થશે
કેળાના ઝાડનું મૂળ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. માન્યતા અનુસાર કેળાના ઝાડની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવશે.


કેળાના ઝાડના મૂળનો ઉપાય
ગુરુવારે  કેળાના ઝાડની પૂજા કરવાથી અનેક સમસ્યાઓ દૂર થશે.  કેળાના ઝાડની પૂજા કરનાર વ્યક્તિના જીવનમાં ક્યારેય આર્થિક સંકટ સામનો કરવો પડશે નહીં.  કેળાના ઝાડના મૂળને તમારા ઘરમાં રાખો. ત્યાર પછી ઝાડના મૂળને ગંગાજળથી ધોઈ લો.  અને ઝાડના મૂળને પીળા દોરા બાંધીને પવિત્ર કરો. અને તેને તમારા ઘરની તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખવામાં આવ્યા છે.  


ગુરુવારના દિવસે પીળા રંગના કપડાં પહેરો
ગુરુવારના દિવસે પીળા  કપડાં ન હોય તો પીળો રંગનો રૂમાલ સાથે રાખવો જોઈએ. ત્યાર બાદ તમને જ્યાં પણ કેળાનું ઝાડ દેખાય તો માથા અથવા ખભા પર પીળો રૂમાલ રાખો.  પીળા રંગના કપડાં પહેરીને જ કેળાના  ઝાડ પાસે જઈને પ્રાર્થના કરવી જોઈએ. આ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.


 નોંધ - અહીં આપવામાં આવેલી તમામ માહિતી ધાર્મિક અને સામાજિક માન્યતાઓ પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.