નવી દિલ્હી: મુરાદાબાદમાં વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થિઓના કાર્યક્રમમાં સીએમ યોગી અખિલેશ યાદવ પર વરસ્યા હતા. તેમણે જણાવ્યું કે જિન્ના સાથે સરદાર પટેલની તુલના કરવી શરમજનક છે. આ તાલિબાની માનસિકતા છે. દેશની જનતા તેણે ક્યારેય સાંખી નહીં લે. જનતાએ વિભાજનકારી વિચારસરણીને નકારી છે. અખિલેશ યાદવે જનતાની માફી માંગવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગીએ અખિલેશના નિવેદન પર નિશાન સાંધતા જણાવ્યું છે કે, ગત સરકારોમાં બેઠેલા લોકો સમાજના ભાગલા પાડવામાં રચ્યા પચ્યા રહેતા હતા. તેમની વિભાજનની પ્રવૃતિ હજુ સુધી ગઈ નથી. ગઈકાલે (રવિવારે) મેં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષની વાતો સાંભળી રહ્યો હતો. તેઓ આ રાષ્ટ્રને જોડનાર સરદાર વલ્લભભાઈ પટેલની તુલના જિન્ના સાથે કરી રહ્યા હતા.


ડ્રગ્સ કેસ બાદ હવે મન્નતમાં નહીં રહે આર્યન ખાન! શાહરૂખ-ગૌરીએ લીધો મોટો નિર્ણય


તેમણે ઉમેર્યું કે, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન અત્યંત શર્મનાક છે. સરદાર વલ્લભાઈ પટેલ ભારતની એકતા અને અખંડતાના શિલ્પી છે. પરંતુ ગઈકાલે સપા પ્રમુખની વિભાજનકારી માનસિકતા સમગ્ર જનતાની સામે આવી ગઈ છે. જ્યાં તેમણે જિન્નાને સમકક્ષ રાખીને સરદાર વલ્લભભાઈ પટેલની તુલના કરી'.


Patna Serial Blastમાં ઐતિહાસિક નિર્ણય: મોદીની હુંકાર રેલીમાં સીરિયલ બ્લાસ્ટમાં 4 દોષિતોને ફાંસી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube