નવી દિલ્હી: ભારતની કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સે નાપાક હરકત કરી અને ભારતીય સરહદમાં ઘૂસવાની કોશિશ કરી. ભારતે પણ જડબાતોડ જવાબ આપીને તેમને પીછેહટ કરવા મજબુર કર્યાં હતાં. એટલું જ નહીં ભારતીય એરસ્પેસમાં ઘૂસી ગયેલા પાકિસ્તાનના વિમાનોમાંથી એક એફ-16ને ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરની લામ ઘાટીમાં જ તોડી પાડ્યું હતું. જો કે તોડી પાડ્યા બાદ તે વિમાન પીઓકેમાં જઈને પડ્યું અને વિમાનનો પાઈલટ પણ પેરાશૂટથી કૂદતો જોવા મળ્યો હતો. આ વિમાન જાંબાઝ ભારતીય પાઈલટ કે જે હાલ પાકિસ્તાનના કબ્જામાં છે તે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને તોડ્યું હતું. આજે આ વાત સાબિત પણ થઈ કે પાકિસ્તાની વિમાન ભારતે તોડ્યું હતું. કારણ કે પાકિસ્તાન તો હંમેશાની જેમ ના ના કરતું રહ્યું કે તેને કોઈ નુકસાન થયું જ નથી. તસવીરથી એ વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જે ફાઈટર જેટ વિમાનનો કાટમાળ મળ્યો છે તે એફ-16નો જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની જલદી ભારત વાપસી થઈ શકે છે-સૂત્ર


એએનઆઈ દ્વારા એક તસવીર જારી કરાઈ છે જેમાં પાકિસ્તાનના એફ-16 વિમાનનો કાટમાળ જોવા મળી રહ્યો છે જેને ગઈ કાલે પીઓકેમાં તોડી પડાયુ હતું. વાયુસેનાના સૂત્રોએ કન્ફર્મ પણ કર્યું છે કે આ તસવીર પાકિસ્તાની એફ-16ના કાટમાળની છે. બુધવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાની વાયુસેનાના એક વિમાનને તોડી પાડવાના અને એક ભારતીય વિમાન મિગ 21 પાઈલટ સાથે લાપત્તા થવાની તસવીર સોશિયલ મીડિયા પર સતત વાઈરલ થઈ રહી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...