`દંગલ ગર્લ` બબીતા ફોગટે કેસરિયો ધારણ કર્યો, કહ્યું- હું મોદીજીના કાર્યોથી પ્રભાવિત છું
આંતરરાષ્ટ્રીય રેસલર બબીતા ફોગટ પિતા મહાવીર ફોગટ સાથે આજે ભાજપમાં જોડાઈ. બબીતા આ અગાઉ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP) માટે પ્રચાર કરી ચૂકી છે.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય રેસલર બબીતા ફોગટ પિતા મહાવીર ફોગટ સાથે આજે ભાજપમાં જોડાઈ. બબીતા આ અગાઉ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP) માટે પ્રચાર કરી ચૂકી છે. મહાવીર ફોગત જેજેપીના સ્પોર્ટ્સ સેલના પ્રદેશઅધ્યક્ષ રહી ચૂક્યા છે. બંનેએ જેજેપીમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
J&K: LoC પર ભારે ભરખમ તોપો તહેનાત કરી રહ્યું છે પાકિસ્તાન, સરહદે મોટા ષડયંત્રનો ખુલાસો
બબીતા અને મહાવીર ફોગટે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો. આ દરમિયાન ભાજપના નેતા અનિલ જૈન, રામવિલાસ શર્મા, અને અનિલ બલૂની પણ હાજર રહ્યાં હતાં. ભાજપમાં સામેલ થયા બાદ બબીતાએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે પણ મુલાકાત કરી.
આ અવસરે બબીતા ફોગટે કહ્યું કે "હું બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. મોદીજીની હું ઘણા વર્ષોથી ફેન છું. તેમના કાર્યોથી પ્રભાવિત છું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે. તેનાથી મારા મનમાં અલગ ખુશી થઈ. તેનાથી દરેક જણ ભાજપ સાથે જોડાવવા માંગશે."
આ બાજુ બબીતાના પિતા મહાવીર ફોગટે ભાજપમાં જોડાવવા બદલ કહ્યું કે "બધાને મારા તરફથી રામ રામ. મને ખુબ ખુશી છે કે આપણા મોદીજીએ પુલવામાનો તરત બદલો લીધો. 370 હટાવીને જે ઈતિહાસ રચ્યો છે, તેનાથી હું પ્રભાવિત થયો છું. અમારા હરિયામાના મુખ્યમંત્રી ખુબ સારું કામ કરે છે. અમે બરાલાજીથી પ્રભાવિત થઈને પાર્ટી જોઈન કરી છે."
જુઓ LIVE TV