Wrestlers Protest: રેસલરોના પ્રદર્શન પર ખેલમંત્રી ઠાકુર બોલ્યા, `એવા પગલા ન ભરવા જોઈએ જેનાથી......`
Wrestlers Protest: પ્રદર્શનકારી રેસલર સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટને કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે અપીલ કરતા કહ્યું કે તે તપાસ સુધી રાહ જુએ.
નવી દિલ્હીઃ Wrestlers Protest: રેસલરોનું ભારતીય કુશ્તી મહાસંઘ (WFI) ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા અનુરાગ ઠાકુરે બુધવાર (31 મે) એ કહ્યું કે ખેલાડીઓએ એવા કોઈ પગલા ભરવા ન જોઈએ જેનાથી કોઈ ખેલાડીને નુકસાન થાય. રેસલરોની માંગ પર કમેટીની રચના કરી દેવામાં આવી છે, જે એસોસિએશનનું કામ જોઈ રહી છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ- ખેલાડીઓએ દિલ્હી પોલીસની તપાસની રાહ જોવી જોઈએ. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ એવા પગલાં ન ભરવા જોઈએ જેનાથી રમત અને ખેલાડી પ્રભાવિત થાય. તેમણે દાવો કર્યો કે દેશમાં રમત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ વધી છે.
હકીકતમાં પ્રદર્શનકારી ખેલાડી સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ મંગળવારે (30 મે) હરિદ્વારમાં ગંગા નદીમાં પોતાના મેડલ વહાવવા પહોંચ્યા હતા, પરંતુ આ દરમિયાન કિસાન નેતા નરેશ ટિકૈતે તેમને રોકી લીધા અને પાંચ દિવસનો સમય લીધો છે. આ દરમિયાન રેસલરોએ કહ્યું કે તે આવનારા દિવસોમાં ઈન્ડિયા ગેટ પર આમરણ અનશન પર બેસવાના છે.
PM મોદીથી લઈને અંબાણી... બધા જ્યાં ટેકવે છે માથું, જાણો આ મંદિરની રસપ્રદ કહાની
શું બોલ્યા બૃજભૂષણ શરણ સિંહ?
બૃજભૂષણ શરણ સિંહે મામલા પર મંગળવારે કહ્યુ હતુ કે ખેલાડી મેડલ ગંગા નદીમાં વહાવવા ગયા હતા, પરંતુ કિસાન નેતા નરેશ ટિકૈતને આપી દીધા. મારા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશ પર એફઆઈઆર થઈ છે અને તપાસ ચાલી રહી છે. આ સિવાય હું શું કરી શકુ છું? કંઈ ખોટુ કર્યું હશે તો ધરપકડ થઈ જશે કારણ કે બધુ દિલ્હી પોલીસના હાથમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube